Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:રાજકોટ ફાઉન્ડ્રી લિ.ના એકાઉન્ટન્ટે કંપની સાથે રૂ.39.20 લાખની છેતરપિંડી આચરી

    8 hours ago

    લોધિકા તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલી ફાઉન્ડ્રી કંપનીમાંથી પૂર્વ એકાઉન્ટન્ટે જ રૂ.39.20 લાખની ઉચાપત કરી પોતાના તથા પોતાની પત્નીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના કોઠારિયા મેઈન રોડ પર ન્યૂ સુભાષનગર શેરી નં.1/4માં ‘પંચવ’નામના મકાનમાં રહેતા અને હરિપર (તરવડા) ગામની સીમમાં આવેલી ‘રાજકોટ ફાઉન્ડ્રી પ્રા. લિ.’ માં મેનેજર તરીકે ફરજ બજાવતા અજયભાઈ ચુનીભાઇ ખૂંટ દ્વારા લોધિકા પોલીસ મથકે કંપનીના જ પૂર્વ એકાઉન્ટન્ટ નિલેશ મનસુખભાઇ જાની વિરુદ્ધ ₹39.20 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર કંપનીમાં એપ્રિલ-2024માં નવા એકાઉન્ટન્ટ વિવેક મંડીરની નિમણૂક કરવામાં આવી હતી. કામકાજ દરમિયાન વિવેકભાઈના ધ્યાને આવ્યું કે, જૂના એકાઉન્ટન્ટ નિલેશ મનસુખભાઈ જાનીએ એક કર્મચારીના નામે ₹29,650 એડવાન્સ લીધા હોવાની એન્ટ્રી પાડી હતી. જ્યારે તે કર્મચારીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આવી કોઈ રકમ લીધી હોવાનો ઈનકાર કર્યો હતો. આ શંકાસ્પદ એન્ટ્રીના આધારે જ્યારે બેંક સ્ટેટમેન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે આખું કૌભાંડ બહાર આવ્યું હતું. લોધિકા પોલીસે આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ખોટા હિસાબી રેકોર્ડ્સના આધારે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    17 કરોડના ખર્ચે 3 ઓવરબ્રિજનું થશે નિર્માણ:બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ ફૂટ ઓવરબ્રિજ 7 માસ પછી તૈયાર થઈ જશે
    Next Article
    4 સંતાનોની માતાને સંબંધ બાંધવા દબાણ કરતો‎:મેઘરજમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવક પરિણીતાને હેરાન કરતાં ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment