Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 390 થી વધુ બાળકોએ પક્ષાલ પૂજા કરી:સિલ્વર ગ્રુપ દ્વારા આદિનાથ જિનાલયમાં ધાર્મિક સંસ્કાર સિંચન

    7 hours ago

    જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી આદિનાથ જિનાલય ખાતે પક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં 390 થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેકેશન દરમિયાન બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી સિલ્વર ગ્રુપ દ્વારા દર રવિવારે જિનાલયમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વેકેશનનો માહોલ હોવાથી બાળકોને ધર્મ પ્રત્યે જાગૃત કરવા આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પક્ષાલ પૂજામાં ભાગ લેવા આવેલા બાળકોને પ્રોત્સાહન રૂપે સુંદર ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોએ પ્રભુના પક્ષાલનો લાભ લઈ ધાર્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. જૈન ધર્મમાં અષ્ટપ્રકારી પૂજાનું વિશેષ મહત્વ છે, જેમાં પક્ષાલ પૂજા પ્રથમ ક્રમે આવે છે. પક્ષાલ એટલે દૂધની અખંડ ધારાથી પ્રભુજીનો અભિષેક કરવો. આ પૂજા બાળકોને ધર્મ પ્રત્યે આકર્ષિત કરે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રકે ક્રેનને ટક્કર મારતાં બંને પલટી ગયા, ડ્રાઈવર કેબિનમાં ફસાયો:NH 48 પર બંધ પડેલી કારને ઉઠાવવાની ક્રેનની કામગીરી ને અકસ્માત, વડોદરામાં ફાયર ટીમનું દિલધડક રેસ્ક્યુ
    Next Article
    Raja Shivaji Box Office Collection Day 2: Riteish Deshmukh's Film Is On A Record-Breaking Spree

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment