Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાપુર-લુશાળા વચ્ચે કર્વ નંબર 39ના રિયલાઇન્મેન્ટને મંજૂરી:કર્વ રિયલાઇન્મેન્ટથી સ્પીડ લિમિટ ઘટશે અને સમય બચશે,8 સપ્ટેમ્બરે ટ્રેન સેવાઓ પર અસર

    8 hours ago

    રાજકોટ-સોમનાથ સેક્શનમાં ટ્રેન સેવાને વધુ સરળ બનાવવા માટે એક પગલું લેવામાં આવ્યું છે. શાપુર-લુશાળા વચ્ચે કર્વ નંબર 39ના રિયલાઇન્મેન્ટ કાર્યને મંજૂરી મળી ગઈ છે. આ કામથી ટ્રેનોની ગતિ પરના પ્રતિબંધો ધીમે ધીમે ઘટશે. ભવિષ્યમાં ટ્રેનોનું સંચાલન વધુ સરળ અને સમયસર બનશે. આ કાર્યના કારણે 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ટ્રેન સેવાઓમાં કેટલાક ફેરફારો થશે. રાજકોટ-વેરાવળ વચ્ચે ચાલતી અમુક ટ્રેનો પર તેની અસર જોવા મળશે. આ ફેરફારો નીચે મુજબ છે: ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ 02:20 કલાક મોડી ઉપડશે.ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા 01:30 કલાક મોડી ઉપડશે.ટ્રેન નંબર 59421 રાજકોટ-જૂનાગઢ ટ્રેન જૂનાગઢથી વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ કે એપ્લિકેશન પરથી સુધારેલા સમયપત્રકની માહિતી મેળવી લે. આ માહિતી અતુલ કુમાર ત્રિપાઠી, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા આપવામાં આવેલ હોવાનું ભાવનગર ડિવિઝન DRUCC મેમ્બર અનિસ રાચ્છે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડના આર્યન રાઠોડે કુડોમાં સિલ્વર મેડલ જીત્યો:14મી ગુજરાત ઓપન સ્ટેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી વલસાડનું ગૌરવ વધાર્યું
    Next Article
    'Surely You Don't Have A Girl': Ameesha Patel Slams Internet User Over Dating Rumours With Cricketer Hardik Pandya

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment