Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ પાલિકાની કરવેરા વસુલાતમાં નુકસાન કારક ઢીલાશ:કરોડોની આવક તંત્રની બેદરકારીમાં ગુમ, 38.77કરોડ સામે ફક્ત 10કરોડ વસુલાત

    3 days ago

    વેરાવળ નગરપાલિકાની કરવેરા વસુલાતમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પાલિકા પોતાની મુખ્ય આવકમાંથી વંચિત રહી રહી છે, જેના કારણે કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. નગરપાલિકાના સત્તાવાર આંકડા મુજબ, કુલ ₹38.77 કરોડની વસુલાત સામે માત્ર ₹10 કરોડ જ વસૂલવામાં આવ્યા છે. આ કામગીરી માત્ર 25 ટકા દર્શાવે છે, જેના પરિણામે ₹28.71 કરોડની મોટી રકમ બાકી રહી છે. વર્ષના અંતે પાલિકાતંત્ર દ્વારા વસુલાત માટે 19 કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, આ ટીમની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે આટલી મોટી રકમ હજુ પણ બાકી છે. GIDC મિલકતોની વસુલાત અંગે વિવાદ પ્રવર્તી રહ્યો છે. ચીફ ઓફિસર પારસ મકવાણાના જણાવ્યા મુજબ, પાલિકાના રેકોર્ડ મુજબ GIDC પાસે અંદાજે ₹7 કરોડ બાકી છે. જોકે, GIDCના પ્લોટ ધારકો માત્ર ₹1 કરોડ બાકી હોવાનું જણાવી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા આકારણી વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવી હોવાના દાવા કરાઈ રહ્યા છે, પરંતુ જો આકારણી સાચી હોય તો વસુલાત શા માટે કડક નથી થતી તે પ્રશ્ન ઊભો થાય છે. આ વિવાદ તંત્રની પારદર્શિતા પર પણ સવાલો ઉભા કરે છે. આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્ર સરકારની મિલકતો પાસેથી પણ લાખો રૂપિયા વસૂલવાના બાકી છે. આમાં વેસ્ટર્ન રેલવેનો મોટો હિસ્સો હોવાનું સામે આવ્યું છે. ચીફ ઓફિસર પારસ મકવાણાએ નાગરિકોને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, નોટિસ, દંડ અને સીલિંગ જેવી કડક કાર્યવાહીનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ સમગ્ર પ્રકરણ તંત્રની વસુલાત પ્રત્યેની ગંભીરતાનો અભાવ દર્શાવે છે. જો તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે, તો નગરપાલિકાની આર્થિક સ્થિતિ વધુ કથળી શકે છે. વોર્ડ નંબર 4 સૌથી મોટો બાકીદાર.. વોર્ડવાર વિગતો વધુ ચોંકાવનારી છે. વોર્ડ નંબર 4માં 7.96 કરોડ રૂપિયાની વસુલાત બાકી છે, જ્યારે વોર્ડ નંબર 8 અને 10માં પણ 4.70 કરોડથી વધુની લેણી રકમ અટવાઈ છે. વેરાવળ નગરપાલિકા ના 11 વોર્ડ ની બાકી વસુલાત ના આંકડા પર નજર કરીએ તો, વોર્ડ નંબર - 01 માં 3,24,73,924 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 02 માં 1,71,22,435 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 03 માં 81,82,212 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 04 માં 7,96,14,838 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 05 માં 3,74,10,380 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 06 માં 1,78,10,832 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 07 માં 1,17,30,789 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 08 માં 4,71,79,545 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 09 માં 1,82,27,626 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 10 માં 4,83,55,933 ની વસુલાત બાકી વોર્ડ નંબર - 11 માં 3,92,87,474 ની વસુલાત બાકી આ દર્શાવે છે કે વસુલાતની કામગીરી કેટલા અંશે નબળી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી નોકરી અપાવવાના નામે 4 લાખ ખંખેરી લેનાર ઠગબાજ ઝડપાયો:પોલીસથી બચવા મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં છુપાયો હતો ઠગ, સચિન પોલીસે 3 દિવસ રેકી કરી બોર્ડર પરથી ઝડપ્યો
    Next Article
    Aamir Khan tears up over Laal Singh Chaddha’s failure, says he was ‘overconfident’ with Rs 200 cr budget: ‘I thought it’d easily do Rs 300 cr’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment