Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:પાટણમાં 382 વાહન ચાલકો RC બુક વગર જ વાહનો દોડાવી રહ્યા છે

    15 hours ago

    દસ્તાવેજ વગર વાહન રસ્તા પર ચલાવવું ગુનો બને છે છતાં આરસી બુક લેવા માટે વાહન માલિકો વર્ષો સુધી કચેરીમાં આવ્યા નથી. જે ગંભીર બેદરકારી સામે આવી છે. વાહન તો ખરીદી લીધું, પણ તેની ઓળખ સમાન RC બુક (Registration Certificate) લેવાની તસ્દી 382 જેટલા માલિકોએ વર્ષોથી લીધી નથી. આનો સીધો અર્થ એ છે કે, અત્યારે પાટણના માર્ગો પર 382 વાહનો કોઈપણ માન્ય દસ્તાવેજ વગર દોડી રહ્યા છે. પાટણ આરટીઓ ઓફિસ દ્વારા નવીન વાહન ખરીદી બાદ બનાવેલી આરસીબુકો પોસ્ટ મારફતે જેતે મૂળ માલિકોને મોકલી હતી. વર્ષ 2019થી 2026 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, કુલ 682 જેટલી આરસી બુક જે તે મૂળ માલિકના સરનામાની માહિતીમાં વિસંગતતાના કારણે માલિકોનો સંપર્ક ના થતા પરત આવી છે. 300 ચાલકો આરટીઓ કચેરીમાં આવીને RC બુક લઈ ગયા છે. વાહન ખરીદતી વખતે માલિકો દ્વારા અપાયેલાં એડ્રેસમાં ભૂલ અથવા ઘર બદલાઈ ગયું હોય ત્યારે પોસ્ટમેનને માલિકનો સંપર્ક ના થતા પરત લઈને આવી આરટીઓ કચેરીમાં બુક પરત કરી રહ્યા છે. વર્ષ 2024માં 275 અને વર્ષ 2025માં 125 આરસી બુક પોસ્ટ દ્વારા પરત ખેંચાઈ છે.વર્ષ 2019થી 2026 સુધી કુલ 682 આરસી બુક પરત આવી છે. તેમાંથી 300 અરજદારો લઈ ગયા છે. અત્યારે 382 આરસી બુક પેન્ડિંગ પડી છે. કચેરીના સૂત્રોના જણાવ્યુ હતું કે ઘણા કિસ્સામાં અરજદારો 2020ની સાલની આરસી બુક લેવા માટે અત્યારે આવે છે.અધિકારીઓએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક-બે મહિના દસ્તાવેજ વગર ચલાવી લેવું સમજ્યા, પણ 5 વર્ષ સુધી પોતાના જ વાહનના ઓરિજિનલ પેપરની શોધ ન કરવી એ માત્ર બેદરકારી નહીં, પણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે. RC વગર ટુ-વ્હીલર માટે 1,000, કાર માટે 3,000 દંડ‎ વાહન માલિકો માટે કામની વાત‎
    Click here to Read More
    Previous Article
    ગાય આડી આવતાં અકસ્માત‎ સર્જાયો:બાઈક સ્લીપ ખાતા યુવાનનો પગ ટાયરમાં ફસાતાં ફ્રેક્ચર
    Next Article
    ફરિયાદ:પીજીમાં રહેતી દિલ્હીની યુવતી સાથે પ્રેમનું નાટક કરી યુવકે 12 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment