Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોક અદાલત સાર્થક થઈ:ટ્રાફિક ચલણ પેટે 38 કરોડ, ચેક બાઉન્સમાં 99 કરોડનું સેટલમેન્ટ

    18 hours ago

    શનિવારે યોજાયેલી લોક અદાલતમાં લોકોએ ટ્રાફિક ચલણ પેટે 38 કરોડ ભર્યા હતા જ્યારે, ચેક બાઉન્સના કેસોમાં કુલ 99.32 કરોડનું સેટલમેન્ટ કરાયું હતું. વકીલોના સમાધાનકારી વલણ, માતા-પિતાએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા અનેક પરિવારના માળા ફરી બંધાયા હતા. એક કેસમાં તો પત્નીએ ઘરકામ નહીં કરવાની જીદ છોડી હતી અને પતિએ પણ પત્ની બહાર કામ કરે એ માટે મંજૂરી આપી હતી. એડવોકેટ પ્રીતિ જોષી કહે છે કે, બે કેસમાં આજ તર્ક પર સમાધાન થયું હતું. પતિ સારી રીતે રાખતો ન હોય પત્ની રાજી ન હતી. છુટાછેડા સુધીની અરજી કરી હતી. આખરે પત્નીના અઠવાડિયામાં એકવાર ફરવા લઈ જવાના કે બહાર જમવા બાબતની જે નાની-નાની તકારારો હતી તે પતિએ દૂર કરવાની તૈયારી દાખવી હતી. આ ઉપરાંત નેશનલ લોક અદાલતમાં ટ્રાફિક ઇ-ચલણ અને પ્રિ લિટિગેશનના કેસોમાં લોકોએ 38 કરોડ ભર્યા-સેટલમેન્ટ કર્યા હતા. એડવોકેટ જફર બેલાવાલા કહે છે કે, લોક અદાલતોમાં થતા સમાધાનકારી વલણના લીધે જ કેસોનું ભારણ હળવું થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શોરૂમમાં આગ ભભૂકી ઉઠી:દિલ્હીગેટના શોરૂમમાં શોર્ટસર્કિટથી લાગેલી 1 કલાકે કાબૂમાં આવી, કાપડનો જથ્થો ખાખ
    Next Article
    Gujarat Govt to Procure Wheat at MSP | રાજ્ય સરકાર ટેકાના ભાવે કરશે ઘઉંની ખરીદી | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment