Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ધ લીલા’માં ઓક્યુપન્સી ઘટી:38% સુધી સીમિત, 799 કરોડના પ્રોજેક્ટ પર પ્રશ્નચિન્હ

    8 hours ago

    ગાંધીનગર સ્થિત લક્ઝરી હોટલ ‘ધ લીલા’ની ઓક્યુપન્સી અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. GARUD (ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2025 દરમિયાન હોટલની સરેરાશ ઓક્યુપન્સી માત્ર 38 ટકા રહી છે, જે લક્ઝરી હોટલો માટે માન્ય 65 ટકા ઓક્યુપન્સી દર કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે. છેલ્લા ચાર વર્ષથી હોટલનું સંચાલન થઈ રહ્યું હોવા છતાં રૂમોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. આવકના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2023-24માં હોટલે રૂ. 78.69 કરોડની આવક નોંધાવી હતી, જ્યારે વર્ષ 2024-25માં આ આવક થોડી ઘટીને રૂ. 78.56 કરોડ રહી છે. અંદાજે રૂ. 799.3 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ લક્ઝરી હોટલ કેપિટલ સ્ટેશનના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી, છતાં અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. જો કે, GARUDના એમડી પી.આર. પટેલિયાએ હોટલની ઓક્યુપન્સીને ‘સંતોષકારક’ ગણાવી છે. તેમ છતાં, ઓછી ઓક્યુપન્સી અને મર્યાદિત માંગને કારણે આ પ્રોજેક્ટની કાર્યક્ષમતા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'EVMમાં ગોટાળો નહીં થાય ત્યાં અમે ચૂંટણી જીતીશું':કનૈયા કુમારે સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- દેશમાં ડિજિટલ પ્રચારની વાતો પણ ગુજરાત વિધાનસભાનું જ રેકોર્ડિંગ કરવામાં આવતું નથી
    Next Article
    Boy, 11, Dies In Israeli Strike While Playing Football Near His Home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment