Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા જિલ્લામાં તહેવારોમાં ‎ઇમરજન્સી કેસોમાં 38%નો વધારો:મારામારીના બનાવો 200% થી વધુ અને ટુ-વ્હીલર અકસ્માતો 150% વધ્યા

    15 hours ago

    ​સાબરકાંઠામાં દિવાળીના તહેવારો દરમિયાન 108 ઇમરજન્સી સેવાઓના આંકડાઓમાં સામાન્ય દિવસોની સરખામણીમાં મોટી વધઘટ નોંધાઈ હતી. આંકડાકીય વિશ્લેષણ મુજબ, જિલ્લામાં દૈનિક સરેરાશ કેસોની સરખામણીમાં દિવાળીના દિવસે કુલ ઇમરજન્સી કેસોમાં 38.26% નો સીધો વધારો નોંધાયો હતો. નવા વર્ષના દિવસે આ વધારો 25.22% અને ભાઈબીજના રોજ 20% રહ્યો હતો. ​ સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ માર્ગ અકસ્માત અને ઘર્ષણના બનાવોમાં જોવા મળી છે. ટુ-વ્હીલર અકસ્માતોની દૈનિક સરેરાશની સામે દિવાળીના દિવસે રેકોર્ડબ્રેક 150.55% નો તોતિંગ ઉછાળો આવ્યો હતો. નવા વર્ષના દિવસે પણ આ આંકડો સામાન્ય કરતા 143.18% વધુ રહ્યો હતો. જ્યારે ભાઈબીજના રોજ તેમાં 47.38% નો વધારો જોવા મળ્યો હતો. ​મારામારીના બનાવોમાં પણ ચોંકાવનારો વધારો થયો છે. સામાન્ય દિવસોની સરેરાશ 4.86 ની સામે દિવાળીના દિવસે તેમાં 208.64% નો જંગી વધારો થયો હતો, એટલે કે સામાન્ય કરતાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા હતા. નવા વર્ષે પણ મારામારીના કેસોમાં સરેરાશ કરતાં 105.76% નો વધારો રહ્યો હતો. ​આરોગ્યલક્ષી સમસ્યાઓની વાત કરીએ તો, ભાઈબીજના દિવસે પેટમાં સખત દુખાવાના કેસોમાં સરેરાશ કરતાં 216.03% નો વિક્રમી વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ભાઈબીજના જ દિવસે બેભાન થવાના કે પ્રતિભાવ ન આપવાના કેસોમાં પણ સરેરાશ કરતા 179.72% નો ઉછાળો નોંધાયો હતો. દિવાળીના રોજ આવા કેસોમાં 86.48% નો વધારો હતો. ​બીજી તરફ, કેટલાક કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. ઉદાહરણ તરીકે, પ્રસૂતિની પીડાના કેસોમાં દિવાળીના દિવસે 10% નો સામાન્ય વધારો હતો, પરંતુ નવા વર્ષ અને ભાઈબીજના રોજ અનુક્રમે 35.80% અને 44.97% નો ઘટાડો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રોહિબિશનના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:જામજોધપુર પોલીસે રૂપેશ જેઠલાણાને કોટડા બાવીસી ગામના પાટિયા પાસેથી પકડ્યો
    Next Article
    ઈડરમાં નાણાંની તકરારમાં દંપતી, સગીરા પર હુમલો:પિતાને બચાવવા વચ્ચે પડેલી દીકરીને ગંભીર ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment