Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાજુકતરી કાંડનાં 38 દિવસ છતાં તપાસના નામે ડીંડક !:રાજકોટનાં કોઠારિયામાં રૂ. 11 કરોડનાં ખર્ચે સીસી રોડ અને કોઝ-વે સહિત રૂ. 20 કરોડનાં વિકાસકામો મંજુર, રૂ. 1 કરોડનાં ખર્ચે સ્વચ્છતાનો સર્વે નામંજૂર

    7 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ચેરમેન પરેશ પીપળીયાનાં અધ્યક્ષસ્થાને મળેલી આ મહત્વની બેઠકમાં કુલ 16 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાંથી ચર્ચા-વિચારણા બાદ કોઠારિયા ખાતે રૂ. 11 કરોડનાં ખર્ચે સીસી રોડ બનાવવા અને કોઝ-વે બનાવવા સહિત રૂ. 20.25 કરોડનાં વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે રૂ. 1.11 કરોડનાં ખર્ચે સ્વચ્છતાનો સર્વે સહિતની બે દરખાસ્ત નામંજૂર કરાઈ છે. તો અન્ય બે દરખાસ્ત પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં મંજૂર થયેલા પ્રકલ્પોથી રાજકોટના લોકોની પ્રાથમિક સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધાઓમાં વધારો થશે. બીજીતરફ કાજુકતરી કાંડનાં 38 દિવસ છતાં તપાસના નામે ડીંડક ચાલતું હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્ટે. ચેરમેનને સવાલ કરતા તેમણે જવાબદારી મ્યુ. કમિશ્નર પર ઢોળી હતી. કોઠારિયા વિસ્તારમાં રૂ. 11.11 કરોડના ખર્ચે સીસી રોડ અને નવા કોઝ-વેનું નિર્માણ બેઠક બાદ સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં ભળ્યા બાદ કોઠારિયા વિસ્તારનો અકલ્પનીય અને ભવ્ય વિકાસ થઈ રહ્યો છે. રોજબરોજ હજારો લોકોની ભારે અવરજવર ધરાવતા રોલેક્સ રોડ (માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ થઈને ભવાની ચોક, કોઠારિયા મેઈન રોડ સુધી)ને હવે ગૌરવપથ જેવી નવી ઓળખ મળશે. 950 મીટર લાંબો અને 24 મીટર પહોળો આ રસ્તો સંપૂર્ણપણે સિમેન્ટ કોંક્રીટ (સીસી રોડ)થી મઢવામાં આવશે, જેના માટે રૂ. 11.11 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ નિવારવા અને પાણીના નિકાલની વર્ષો જૂની સમસ્યા ઉકેલવા માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. શિવભવાની રેસિડેન્સી (જૂનું કેસરીનંદન) પાસે આવેલા જૂના બેઠા પુલની જગ્યાએ રૂ. 5.55 કરોડના ખર્ચે નવો બોક્સ કલ્વર્ટ (કોઝ-વે) બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરીથી સ્થાનિક રહીશોને ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. 25 લાખ વૃક્ષો વાવવાનો મેગા પ્લાન: અધૂરી વિગતો અને આયોજનના અભાવે પેન્ડિંગ વહીવટી પારદર્શિતા અને ચોક્કસ આયોજનનો આગ્રહ રાખતાં સ્ટેન્ડિંગ કમિટીએ વૃક્ષારોપણ, સ્ટેચ્યુટરી ઓડિટ, સોલિડ વેસ્ટ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ નિમણૂક અને આઈલેન્ડ જાળવણી સહિતની 4 દરખાસ્તો પેન્ડિંગ રાખીને સંબંધિત અધિકારીઓ પાસે વધુ સ્પષ્ટતા માંગી છે. શહેરમાં 7 જુદા-જુદા સ્થળોએ (ટીપી પ્લોટ, રામવન વગેરે) મિયાવાકી અને ઘનિષ્ઠ પદ્ધતિથી કુલ રૂ. 44.66 લાખના ખર્ચે 18229 વૃક્ષો વાવવાની દરખાસ્ત રજૂ થઈ હતી. પરંતુ કમિટી ચેરમેને આ દરખાસ્ત પેન્ડિંગ રાખીને ગાર્ડન શાખા પાસે રાજ્ય સરકારના આદેશ મુજબ એક વર્ષમાં '25 લાખ વૃક્ષો વાવવાના' સંપૂર્ણ અને સંકલિત આયોજનની માંગણી કરી છે. પેન્ડિંગ રખાયેલી અન્ય દરખાસ્તોની વિગત: સોલિડ વેસ્ટ કન્સલ્ટન્ટ: રૂ. 1.11 કરોડના ખર્ચે એજન્સી કયા પ્રોજેક્ટ માટે શું કામ કરશે તેની ચોક્કસ વિગતોનો અભાવ હોવાથી અટકાવવામાં આવી. આઈલેન્ડ જાળવણી: ટ્રાફિક સર્કલ અને આઈલેન્ડની જાળવણી તથા બ્યુટીફિકેશન માટેના રૂ. 4.10 કરોડના કોન્ટ્રાક્ટમાં અધૂરી વિગતો સામે આવી. સ્ટેચ્યુટરી ઓડિટ: 2025-26 અને 2026-27ના ઓડિટ માટે સીએની પસંદગીના પેરામીટર કે અનુભવ વિના જ રૂ. 18.88 લાખ ફી ચૂકવવાની દરખાસ્ત સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. હાઈટેક રોગચાળા નિયંત્રણ અને જીઓ ટેગિંગ: ડ્રોનથી દવા છંટકાવ અને ભૂતિયા નળ જોડાણો પકડાશે રાજકોટ શહેરમાં વાહકજન્ય રોગો જેવા કે મલેરિયા અને ડેંગ્યુને નાથવા મચ્છરોનો નાશ કરવો જરૂરી છે, આ માટે મનપા હવે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. બંધ ઇમારતો, મોટા જળાશયો અને દુર્ગમ વિસ્તારોમાં મચ્છરોના બ્રીડિંગના સર્વે અને દવા છંટકાવ (લાર્વીસાઈડ ટ્રીટમેન્ટ) માટે પ્રાઈમ યુએવી એજન્સીને રૂ. 81.68 લાખનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. બીજી તરફ, મનપાના રેકોર્ડ પર રહેલી 6.45 લાખ મિલકતો પૈકી બાકી રહેલી 2.15 લાખ મિલકતોના જીઓ ટેગિંગ માટે હર્ડસ એજન્સીને રૂ. 82.40 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કામગીરી આગામી 4 મહિનામાં પૂર્ણ થશે, જેનાથી પ્રતિ મિલકત રૂ. 38.32નો ખર્ચ આવશે. આ કામગીરી પૂર્ણ થતાં શહેરના 46000 લિંકઅપ વગરના કે ભૂતિયા નળ જોડાણોની વાસ્તવિક સ્થિતિ બહાર આવશે, જેનાથી મનપાની આવકમાં પણ વધારો થશે. નાગરિક સુવિધા અને કરદાતાઓને રાહત: મંદિર રોડ પર નવો સીસી રોડ અને રૂ. 10000 સુધીની વ્યાજમાફી સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં શહેરના વોર્ડ નંબર 15માં આજી ડેમ ખાતે આવેલા સુપ્રસિદ્ધ દાદા હનુમાન મંદિર રોડને રૂ. 26 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. રોડ બનવાથી ચોમાસા દરમિયાન રસ્તાનું થતું ધોવાણ અટકશે અને દર્શનાર્થીઓને મોટી રાહત મળશે. આ ઉપરાંત મિલકત વેરો અને પાણીવેરો નિયમિત ભરનારા કરદાતાઓ માટે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં હવે વેરો ભરનારને મહત્તમ રૂ. 5000-5000 (કુલ રૂ. 10000)ની વ્યાજમાફી માટેની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી છે. કાજુકતરી કાંડનાં 38 દિવસ છતાં તપાસના નામે ડીંડક, સ્ટેન્ડિંગ ચેરમેને કમિશનરને ખો આપી રાજકોટમાં ભારે ચર્ચા જગાવનાર 'કાજુકતરી કાંડ'ની ઘટનાને 38 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા તપાસના નામે માત્ર ઢાંકપિછોડો અને ડીંડક જ ચલાવવામાં આવી રહ્યું હોવાનો ઘાટ ઘડાયો છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર તપાસ કમિટીની રચના અને તેની જવાબદારી સીધી મ્યુનિસિપલ કમિશનર હસ્તક આવે છે. આમ કહીને તેમણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા અને સમગ્ર મામલો કમિશનરના શિરે ઢોળી દીધો હતો. આટલા દિવસો વીતવા છતાં પણ તપાસમાં કેમ વિલંબ થઈ રહ્યો છે અને હાલ કાર્યવાહી કયા સ્તરે પહોંચી છે તે અંગે તેઓ આગામી સમયમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સીધી વાતચીત કરશે.
    Click here to Read More
    Previous Article
    Hafta letters: NL app issues, story suggestions, CJP protest
    Next Article
    જામનગરમાં મકાનનો સ્લેબ ધસી પડતા 3 લોકો ઈજાગ્રસ્ત:કાટમાળ નીચે દબાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment