Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપી ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો:લેબર કોન્ટ્રાક્ટમાં માણસોને વર્ક પરમિટ પર સિંગાપોર મોકલવાના બહાને 37.98 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી 8 મહિનાથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી દબોચ્યો

    1 week ago

    લેબર કોન્ટ્રાક્ટમાં માણસોને વર્ક પરમિટ પર સિંગાપોર મોકલવાના બહાને એક ફરિયાદી પાસેથી 37.98 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરનાર આરોપી આશિષ બિપિનભાઈ મિસ્ત્રીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના મેઘનગરથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 8 મહિનાથી પોલીસની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. વર્ષ 2025માં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો આરોપી આશિષ મિસ્ત્રી (રહે. સૌરાષ્ટ્ર દર્શન રેસિડેન્સી, કઠોદરા, સુરત) મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર ખાતે છુપાયો હોવાની ચોક્કસ બાતમી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા મળી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક મધ્યપ્રદેશના મેઘનગર ખાતે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી સવારના સમયે આરોપીને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી વધુ કાર્યવાહી માટે તેને ફતેગંજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. શું હતો સમગ્ર મામલો? આરોપી આશિષ મિસ્ત્રીએ માર્ચ-2023માં ફરિયાદીનો સંપર્ક સાધીને તેમને વિશ્વાસમાં લીધા હતા. સિંગાપોર લેબર કોન્ટ્રાક્ટમાં માણસો મોકલવાના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ. 37.98 લાખ રૂપિયા પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ તેણે માણસો મોકલ્યા ન હતા અને ફરિયાદીએ જ્યારે પોતાના રૂપિયા પાછા માંગ્યા ત્યારે આરોપી પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે ઓક્ટોબર 2025માં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    પુરુષોત્તમ પીપળીયા 'ચિઠ્ઠી' લઈ બાગેશ્વરના દરબારમાં પહોંચે તે પહેલા અટકાયત:બાબાએ કથામાં કહ્યું- બીજીવાર રાજકોટ આવીશ ત્યારે બે વાર દરબાર લગાવીશ
    Next Article
    ગોધરાના હમીરપુર ગામે ખુલ્લા વીજ વાયરથી ભેંસનું મોત:ખેતરમાં ચરતી ભેંસને કરંટ લાગ્યો, MGVCL સામે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment