Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:વીજ તંત્રે એક જ દિવસમાં 3,791 વીજ કનેક્શન કાપ્યા, 2.27 કરોડની વસૂલાત

    3 days ago

    માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે સરકારી વિભાગો બાકી લેણાં વસૂલવા માટે સક્રિય બન્યા છે. પશ્ચિમ કચ્છ વીજ વર્તુળ કચેરી (PGVCL) દ્વારા મંગળવારે બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક ‘મેગા ડ્રાઈવ’ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝનની કુલ ૨૦૨ ટીમો જોડાઈ હતી. દિવસભર ચાલેલી આ ઝુંબેશ દરમિયાન, જે ગ્રાહકોના લાંબા સમયથી બિલ બાકી હતા તેવા ૩,૭૯૧ વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. PGVCLની આ કડક કાર્યવાહીને પગલે વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તંત્રની આ આકરી મશીનરીને કારણે સાંજ સુધીમાં કુલ રૂપિયા 2.27 કરોડ જેવી માતબર રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષના અંત સુધી આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેમને વહેલી તકે ચુકવણી કરવા અપીલ કરવામાં આવી છે, અન્યથા વીજ કાપનો સામનો કરવો પડશે. 56% ગ્રાહકોએ અપનાવ્યું ઓનલાઈન પેમેન્ટ એક તરફ બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જાગૃત ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. આધુનિક યુગમાં લોકો હવે વીજ બિલ ભરવા માટે કચેરીએ ધક્કા ખાવાને બદલે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. આ વર્ષના આંકડા મુજબ, પશ્ચિમ કચ્છમાં કુલ 56% ગ્રાહકોએ પોતાનું વીજ બિલ ઓનલાઈન માધ્યમથી ભર્યું છે. આ બાબતે પશ્ચિમ કચ્છ PGVCLના અધિક્ષક ઇજનેર તપન વોરાએ જણાવ્યું હતું કે, “લોકોમાં હવે ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ આવી છે. ઓનલાઈન સેવાને કારણે હવે બિલ કલેક્શન વિન્ડો પર ભીડ નહિવત જોવા મળે છે. લોકો ઘરે બેઠા આસાનીથી પેમેન્ટ કરી રહ્યા છે, જે ગ્રાહક અને વિભાગ બંને માટે સમયની બચત છે.”
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં મહિલા સશક્તિકરણ:2 વર્ષમાં 33 હજારથી વધુ મિલકતો મહિલાના નામે
    Next Article
    2 વર્ષમાં વિકાસ કામો અંગે ‘શૂન્ય’ ફરિયાદ:ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ફંડના કામોમાં ગેરરીતિની રાવ નહીં !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment