Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાર્ડમાં મગની 37,500 કિલો આવક:પ્રતિમણે‎1600થી 1925 રૂપિયા ભાવ બોલાયા‎

    5 days ago

    પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાક બાદ ઉનાળુ આવક જોવા મળી રહી છે.યાર્ડમાં મગ, ધાણા,મગફળી, ઘઉં અને ચણાની આવક જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ મગની 37,500 કિલો આવક થઈ હતી જેનો પ્રતિમણે રૂ.1600 થી 1925 ભાવ ખેડૂતોને મળ્યા હતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક બાદ ઉનાળુ તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવક નોંધાયો છે. યાર્ડમાં ગુરુવારે મગફળીની 1830 કિલો,મગની 37,500 કિલો,ચણાની 9200 કિલો અને જીરુની 4020 કિલો,ઘાણાની 1830 કિલો,ઘઉંની 15,150 કિલો,જુવારની 200 કિલોની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1125 થી 1365 ભાવ,મગના રૂ.1600 થી 1925 ભાવ,જીરુના રૂ.3000 થી 3825 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.2100 થી 2420 ભાવ અને ચણાના રૂ.995 થી 1300 અને ઘઉંના રૂ.375 થી 476 ભાવ બોલાયા હતા.
    Click here to Read More
    Previous Article
    જુગારધામ પર દરોડો:રાણાવાવ શહેરમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું
    Next Article
    Tamil Nadu Government Formation LIVE: Vijay's TVK vs Likely AIADMK-DMK Pact In Tamil Nadu Battle For Throne

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment