Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિકારી સાવજનો 37 સેકન્ડનો અદભૂત VIDEO:એક જ છલાંગમાં ગાયને પછાડી દીધી; ગામની શેરીમાં શાહી મીજબાની માણી, અમરેલીના ખાંભાના કાળજું કંપવાતા CCTV

    2 days ago

    અમરેલી જિલ્લામાં સિંહો હવે જંગલ છોડી માનવવસાહત તરફ વળ્યા હોય તેવા દૃશ્યો અવારનવાર સામે આવતા રહે છે. તાજેતરમાં ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામમાં સિંહ દ્વારા પશુના શિકારની એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. મોડી રાત્રે ગામની શેરીમાં ઘૂસી આવેલા સિંહે એક ગાય પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું, જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શું છે સમગ્ર ઘટના? ખોરાકની શોધમાં જંગલ વિસ્તારમાંથી ભટકીને એક સિંહ ઈંગોરાળા ગામની શેરીઓમાં આવી ચડ્યો હતો. વાઈરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, સિંહ અત્યંત આક્રમક મૂડમાં ગામની ગલીમાં પ્રવેશે છે. જ્યાં તે ગાય પર જોરદાર તરાપ મારે છે. આશ્ચર્યજનક રીતે, સિંહે પશુને કાબૂમાં લેવા માટે પહેલાં જોરદાર છલાંગ લગાવી અને પછી ગાયની ઉપર ચડી ગયો હતો. જે બાદ તેણે ગાયને નીચે જમીન પર પછાડી અને ગણતરીની મિનિટોમાં જ તેનું મારણ કર્યું હતું. ગ્રામજનોમાં ફફડાટ અને ચિંતા રેવન્યુ વિસ્તારમાં સિંહોના વધતા જતા આંટાફેરાને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, સિંહો હવે પશુઓના શિકાર માટે સીધા રહેણાક વિસ્તારોમાં આવી રહ્યા છે, જેના કારણે રાત્રિના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણી અને ખોરાકની શોધમાં વન્યજીવો ગામડાઓ તરફ વધુ વળી રહ્યા છે. વન વિભાગની કામગીરી આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા જ વન વિભાગ હરકતમાં આવ્યું છે. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઈંગોરાળા અને આસપાસના ગામોમાં વનરક્ષકો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગ્રામજનોને રાત્રિના સમયે એકલા ન નીકળવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા માટે વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે, ત્યારે વન્યજીવ અને માનવ સંઘર્ષની આ ઘટનાઓએ તંત્ર માટે ચિંતાનો વિષય બનાવી દીધો છે. ----- આ પણ વાંચો ઉના પંથકમાં એકસાથે 11 સિંહનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું ગીરનું જંગલ હવે માત્ર વનરાજી પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ વનરાજ હવે માનવ વસાહતો અને મુખ્ય માર્ગો પર પણ પોતાનો દબદબો બતાવી રહ્યા છે. ગત (29 એપ્રિલે) રાત્રિએ ગીર ગઢડા અને ઉના પંથકમાં સિંહોના અલગ-અલગ ગ્રુપ જાહેર રોડ પર જોવા મળતા સ્થાનિકો અને વાહનચાલકોમાં કુતૂહલ સાથે ફાળ પડી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો… આ પણ વાંચો… ઉનાના ડમાસામાં સિંહે 4 વર્ષની બાળકીને ફાડી ખાધી ઉના તાલુકાના ડમાસા ગામની સીમમાં સિંહે 4 વર્ષની બાળકીનો શિકાર કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 27 એપ્રિલ સોમવારે સાંજે અંદાજે 7 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં વન વિભાગની બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ₹30 કરોડના વિકાસ કાર્યોનો પ્રારંભ:જોરાવરનગર-રતનપરમાં નવી પાણીની લાઈન નંખાશે
    Next Article
    The scorching heat in Ahmedabad affects the skin | અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીનો સ્કિન પર અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment