Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ્લુ અર્જુનની 'રાકા'એ રિલીઝ પહેલાં જ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ:37 લોકોનું એકસાથે રિયલ-ટાઇમ મોશન કેપ્ચર કરાયું; USથી આવેલા ખાસ 92 કેમેરાનો ઉપયોગ

    7 hours ago

    સાઉથ એક્ટર અલ્લુ અર્જુન અને ડિરેક્ટર એટલીની ફિલ્મ ‘રાકા’એ રિલીઝ પહેલાં જ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ફિલ્મે 'મોસ્ટ પીપલ મોશન-કેપ્ચર્ડ ઇન રિયલ-ટાઇમ' માટે સત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. એક સિંગલ સેશન દરમિયાન એકસાથે 37 કલાકારોની મૂવમેન્ટને રિયલ-ટાઇમમાં ટ્રેક અને કેપ્ચર કરવામાં આવી હતી. આ રેકોર્ડ પ્રક્રિયામાં 4 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વયોવૃદ્ધ કલાકાર સુધીનો સમાવેશ થયો હતો. આ વિશાળ પાયાના સેટઅપને તૈયાર કરવા માટે મેકર્સે લોસ એન્જલસથી આધુનિક ટેક્નોલોજી અને સાધનો મંગાવીને ભારતમાં પોતાનું બેઝ તૈયાર કર્યું હતું. 92 મોશન કેપ્ચર કેમેરાનો કરવામાં આવ્યો ઉપયોગ ફિલ્મના મોશન કેપ્ચર સેશનને પૂર્ણ કરવા માટે 92 ઑપ્ટિકલ મોશન-કેપ્ચર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો. તેની સાથે જ રિયલ-ટાઇમ અનરિયલ વિઝ્યુઅલાઇઝેશન, ફેશિયલ કેપ્ચર અને અદ્યતન નેટવર્ક સિસ્ટમને એકસાથે સિંક કરવામાં આવ્યા હતા. સન પિક્ચર્સના વીડિયોમાં મોશન કેપ્ચર ટેક્નિકલ ડિરેક્ટર બ્રાયન રૌશે જણાવ્યું કે, લોકો સમજે છે કે માત્ર એક બટન દબાવવાથી એનિમેશન તૈયાર થઈ જાય છે, જ્યારે એવું નથી. જ્યારે સિનેમેટોગ્રાફર જીકે વિષ્ણુએ જણાવ્યું કે ફિલ્મમાં અનેક મોશન-કેપ્ચર પાત્રો છે, જેમની વચ્ચે ઘણું એક્શન અને ઇન્ટરેક્શન જોવા મળશે. લૉસ એન્જેલસથી મંગાવવામાં આવ્યા આધુનિક ઉપકરણો ડિરેક્ટર એટલીએ જણાવ્યું કે, ભારતમાં મોશન-કેપ્ચર સ્ટેશન ઉપલબ્ધ હતા, પરંતુ ‘રાકા’ના વિશાળ વિઝન માટે વધુ ક્ષમતાવાળા સેટઅપની જરૂર હતી. આ માટે તેમણે સન પિક્ચર્સના પ્રોડ્યુસર કલાનિધિ મારન સાથે વાત કરી. પ્રોડ્યુસરની મંજૂરી મળ્યા બાદ લૉસ એન્જલસથી તમામ જરૂરી સાધનો ભારત મંગાવવામાં આવ્યા અને એક નવો બેઝ સ્થાપિત કરવામાં આવ્યો. ત્યારબાદ ફિલ્મના VFX પ્રોડ્યુસરે ‘રાકા’ની જરૂરિયાતોને અનુરૂપ નવી મોશન-કેપ્ચર પાઇપલાઇન અને વર્કફ્લો તૈયાર કર્યો. અલ્લુ અર્જુન બોલ્યા- 'વિઝનને વાસ્તવિકતામાં ફેરવવું મોટી વાત' આ સિદ્ધિ પર અલ્લુ અર્જુને કહ્યું કે, 'ઘણા લોકો પાસે વિચાર અને વિઝન હોય છે, પરંતુ તેને આ સ્તરની ગુણવત્તા સાથે સાકાર કરવું મોટી વાત છે.' તેણે આ સફળતાનો શ્રેય ડિરેક્ટર એટલી, સમગ્ર ટેક્નિકલ ટીમ અને આટલા મોટા પ્રોજેક્ટને સપોર્ટ કરવા બદલ સન પિક્ચર્સને આપ્યો. ફિલ્મમાં અલ્લુ અર્જુન 4 ભૂમિકાઓ ભજવી શકે છે 'રાકા' એક મોટા બજેટની સાયન્સ-ફિક્શન એક્શન ડ્રામા ફિલ્મ છે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં અલ્લુ અર્જુન ચાર અલગ-અલગ પાત્રો ભજવતા જોવા મળી શકે છે, જેમાં દાદા, પિતા અને બે દીકરાઓની ભૂમિકાઓ સામેલ છે. એવી પણ ચર્ચા છે કે, ફિલ્મની વાર્તા પેરલલ યુનિવર્સના કન્સેપ્ટ પર આધારિત હોઈ શકે છે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદાના, જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. અલ્લુ અર્જુન અને એટલી પહેલીવાર કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    SIR Controversy के बाद Gyanesh Kumar पर Dipke, Saurav Das, Ashutosh Ranka का हमला |BJP | EC | CJP
    Next Article
    બાબરા પોલીસે 3 વર્ષથી ફરાર ગુજસીટોકના ઈનામી આરોપીને ઝડપ્યો:અમરેલી જિલ્લામાં નોંધાયેલા ગુનાનો આરોપી પ્રતાપ ગીડાની ધરપકડ, આગળની કાર્યવાહી શરૂ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment