Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્વાસ ટ્રસ્ટ દ્વારા જીવન ગુણવત્તા અને સંસ્કાર સેમિનાર:37 નવદંપતી અને 18 આદર્શ સાસુ-વહુ જોડીઓનું સન્માન કરાયું

    5 days ago

    પ્રભાસ પાટણ ખાતે શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આવેલ શ્રીરામ મંદિર ઓડિટોરિયમમાં શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજમાં સુખી, સંસ્કારી અને મૂલ્યનિષ્ઠ પરિવાર વ્યવસ્થાના નિર્માણના ઉદ્દેશ્ય સાથે “જીવન ગુણવત્તા અને પરિવાર સંસ્કાર સેમિનાર” તેમજ “સાસુ-વહુ સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. સમારોહમાં રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઈ સોલંકી, હીરાભાઈ માકડીયા, ગીરીશભાઈ ભજગોતર, પ્રવીણભાઈ આમહેડા, રામસિંગભાઈ પરમાર, પીઠાભાઈ આમહેડા, રમેશભાઈ મકવાણા, રાજેશ ભજગોતર, દેવાભાઈ રાઠોડ, જેસીંગભાઈ પટેલ, સરપંચ દેવાભાઈ બામણીયા, સરપંચ મનુભાઈ ચાવડા, પ્રોફેસર પુષ્પાબેન વાઢેર, મેડિકલ ઓફિસર ડૉ. સ્વાતિબેન સોલંકી સહિત સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગે માહિતી આપતા ટ્રસ્ટના સેક્રેટરી વિનય રાઠોડે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા તા. 11 મે, 2026ના રોજ 37 દીકરીઓના સમૂહલગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તે નવદંપતીઓના દાંપત્ય જીવનને વધુ સુખી, સંસ્કારી અને ગુણવત્તાસભર બનાવવા માટે આ વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં નવદંપતીઓને પારિવારિક જવાબદારીઓ, જીવન મૂલ્યો, પરસ્પર સમજણ, સંવાદિતા અને સંસ્કારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના સમયમાં વધતા ઘરેલુ વિવાદો, વડીલોની અવગણના અને છૂટાછેડાની વધતી સમસ્યાઓ વચ્ચે સમાજ સમક્ષ સકારાત્મક ઉદાહરણ પૂરું પાડવાના હેતુથી 20 વર્ષથી વધુ સમય સુધી પોતાની સાસુની સેવા, સંભાળ અને પરિવારની એકતા જાળવી રાખનાર 18 આદર્શ સાસુ-વહુ જોડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજમાં પરિવાર પ્રત્યેની જવાબદારી અને વડીલો પ્રત્યેના આદરના મૂલ્યોને પ્રોત્સાહન આપતો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ અને મહિલા કોલેજ, વેરાવળના પ્રોફેસર પુષ્પાબેન વાઢેરે સુખી પરિવારના નિર્માણમાં સંસ્કારો અને જીવન મૂલ્યોની ભૂમિકા વિષે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડારી ગામે આયુષ તબીબ તરીકે ફરજ બજાવતા ડૉ. સ્વાતિબેન સોલંકીએ મહિલાઓના આરોગ્ય, સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત પરિવાર માટે જરૂરી આરોગ્ય જાગૃતિ અંગે માહિતી આપી હતી. સમારોહ દરમિયાન 37 નવદંપતીઓને જીવન માર્ગદર્શન, પારિવારિક મૂલ્યો અંગે વિશેષ સેમિનાર, પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નોનું વિતરણ કરવામાં આવ્યું હતું. “પ્રેરણા... સેવા... સંસ્કાર... સુખી પરિવાર એક સુંદર ઉપહાર”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ સમાજમાં સંસ્કારી અને સુખી પરિવાર વ્યવસ્થાને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે પ્રશંસિત બન્યો હતો. અંતે ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ આગેવાનો, વડીલો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 'વોક ફોર પીસ એન્ડ યોગા' રેલી યોજાઈ:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે 150થી વધુ લોકો જોડાયા
    Next Article
    India Now Acts As Solution Contributor Rather Than Consumer: PM Modi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment