Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગોની પાંખોને મળી નવી ગતિ:36.7 કરોડના સાધનોનું વિતરણ અને સહાય મેળવવાની વયમર્યાદામાં કરાયો મોટો ઘટાડો

    8 hours ago

    ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દિવ્યાંગોને સ્વનિર્ભર અને સક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના 5676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 36.7 કરોડ રૂપિયાની કિંમતની મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોનું રોજિંદું જીવન વધુ સરળ, સુગમ અને ગતિશીલ બનાવવાનો છે. ટેકનોલોજીથી દિવ્યાંગોનું જીવન બનશે સરળ અત્યાર સુધી દિવ્યાંગોને સાધન સહાય યોજના હેઠળ હાથથી ચલાવવી પડે તેવી સાદી ટ્રાઈસિકલ કે વ્હીલચેર આપવામાં આવતી હતી. જેના કારણે તેમને શારીરિક શ્રમ વધુ કરવો પડતો અને લાંબા અંતરની મુસાફરીમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ વેદનાને સમજીને સરકારે હવે આધુનિક સાધનો આપવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં પ્રતિકરૂપે 40 લાભાર્થીઓને સાધનો અર્પણ કરી આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલ અને મુખ્ય સચિવ એમ. કે. દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સહાયની રકમ અને વયમર્યાદામાં ઐતિહાસિક ફેરફાર મુખ્યમંત્રીએ દિવ્યાંગોના હિતમાં વધુ બે મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. લોકમોટર ડિસેબિલિટી, સેરેબ્રલ પાલ્સી અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા દર્દીઓ મુસાફરી દરમિયાન પણ પોતાની વ્હીલચેર સાથે રાખી શકે તે માટે હવે સાદી જોયસ્ટિક વ્હીલચેરને બદલે 'ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર' આપવામાં આવશે. આ માટે સહાયની રકમ વધારીને 1.10 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા બાળકો માટે સહાય મેળવવાની પાત્રતા વય 18 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરી દેવામાં આવી છે, જેથી નાની ઉંમરથી જ તેમને આધુનિક સુવિધા મળી રહે. બજેટમાં 60 કરોડની જોગવાઈ અને સેચ્યુરેશન એપ્રોચ વર્ષ 2025-26 ના બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના માટે 60 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યનો એક પણ જરૂરતમંદ દિવ્યાંગ આ સહાયથી વંચિત ન રહેવો જોઈએ. આ માટે 'સેચ્યુરેશન એપ્રોચ' (સો ટકા લક્ષ્યાંક) અપનાવવાની સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ તમામ સાધનો ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ બંદોબસ્ત વચ્ચે ટોળું તલવાર-ધારિયા લઇ ફરી વળ્યું: VIDEO:ઘરમાં ઘૂસીને વીણી-વીણીને લોહિયાળ કર્યા, પાટણના વાયડમાં રાઠોડ સમાજના વરઘોડામાં ધિંગાણું
    Next Article
    Mojtaba Khamenei To Ali Larijani, Iran's Powerbrokers In US 'Rewards For Justice' List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment