Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વિફ્ટ કારની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:પોલીસે બાતમી આધારે યુવકને રોકતા સાગવાડીનો શખસ 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો, પોલીસે ગુનો નોંધી જેલભેગો કર્યો

    10 hours ago

    સિહોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે લીલાપીર વિસ્તારમાં વોચ ગોઠવી મારૂતિ સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારની તપાસ કરતા ડિકીમાં જબલામાં ભરેલ અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ રૂપિયા 3.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસે કારચાલક શખ્સ સામે પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની હેરાફેરીની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી આ બનાવ અંગે સિહોર પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ દરમિયાન શિહોર ટાણા ચોકડી નજીક બાતમી મળી હતી કે, સિહોરના સાગવાડી ગામનો રહેવાસી હાર્દીકભાઈ મકવાણા પોતાની મારૂતિ સ્વિફ્ટ કાર નં.(GJ-04-EA-3683)માં વિદેશી દારૂ ભરી સાગવાડી ગામથી શિહોર તરફ આવી રહ્યો છે. પોલીસે 3.65 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો માહિતીના આધારે પોલીસે લીલાપીર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. મોડી રાત્રે બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારની ડિક્કીમાં ભરેલા જથ્થામાં અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ 114 નંગનો જથ્થો, જેની કિંમત રૂપિયા 65,100 તથા, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર કિંમત રૂપિયા 3 લાખ સહિત કુલ રૂપિયા 3,65,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે હાર્દીકભાઈ મકવાણા ઉ.વ 22 સિહોરના સાગવાડી ગામના રહેવાસી સામે પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- ઈરાનમાં યુદ્ધ માટે 10 લાખ સૈનિકો તૈયાર:અમેરિકા સાથે ગ્રાઉન્ડ વોરની તૈયારી, સેનામાં યુવાનોની ભરતી તેજ થઈ
    Next Article
    Dr. Reddy's To Rename Semaglutide Drug To Olymra After Delhi High Court Halt

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment