Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એક કચોરી દો સમોસા, સરકાર તેરા ક્યા ભરોસા':રાજકોટની 360 સહિત રાજ્યની 53 હજાર આંગણવાડીની 1 લાખ બહેન કામથી અળગા, પગાર વધારા-મોબાઈલની માંગને લઈ વિરોધ

    10 hours ago

    'એક કચોરી દો સમોસા ;સરકાર તેરા ક્યા ભરોસા, હમ ભારત કી નારી હૈ; ફૂલ નહીં ચિંગારી હૈ' જેવા નારા સાથે રાજકોટમાં જયુબેલી ગાર્ડનમાં 700 જેટલી આંગણવાડી બહેનોએ નારેબાજી કરી હતી. રાજકોટમાં 360 સહિત રાજ્યની 53000 આંગણવાડીની 1.06 લાખ બહેનો આજે 18થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરશે. આંગણવાડી વર્કરનો માસિક રૂ.10,000 અને હેલ્પરનો રૂ.5,500થી વધારી અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,400 કરવામાં આવે તેમજ મોબાઇલ આપવામાં આવે તે સહિતની 12 માંગણીઓને લઈ બહેનો વિરોધ કરી રહી છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે તેવી તેઓની માંગણી છે. જો સરકાર તેમની માગણી નહીં સંતોષે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ વિચારવામાં આવી હતી. 'હાઇકોર્ટના ચુકાદા બાદ પણ રાજ્ય સરકારે પગાર વધારો કર્યો નથી' કલાવતીબેન પરમારે જણાવ્યું હતું કે, કોઠારીયામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છે. હાલમાં અમારો રૂ.10,000 પગાર છે. જ્યારે આંગણવાડી હેલ્પરનો રૂ.5,500 છે. હાઇકોર્ટના ચુકાદા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા વર્કર બહેનોનો રૂ.24,800 અને હેલ્પર બહેનોનો રૂ.20,400 પગાર કરવામાં આવ્યો નથી. રાજકોટમાં 360 આંગણવાડી છે અને તેમાં 700 બહેનો વર્કર અને હેલ્પર તરીકે કામ કરે છે. તેને વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમારી બીજી માંગણી મોબાઈલની છે. મોબાઇલમાં સાત પ્રકારની કામગીરી કરવામાં આવે છે પરંતુ તેના માટે સરકાર તરફથી મોબાઈલ આપવામાં આવતો નથી જેથી અમારે પર્સનલ મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે. જેથી મોબાઈલ આપવામાં આવે તેવી માંગણી છે. સરકાર પગાર વધારાની માંગણી સંતોષે તેવી રજૂઆત જ્યારે અન્ય આંગણવાડી વર્કર દ્રષ્ટિબેન પટેલે જણાવ્યુ હતું કે, હાલ પુનિતનગર આંગણવાડીમાં વર્કર તરીકે કામ કરું છું. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ પણ સરકાર દ્વારા પગાર વધારો કરવામાં આવ્યો નથી જેને લઈને આજથી ત્રણ દિવસ અમે રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહીશું. હાલ અમે જયુબેલી ગાર્ડનમાં એકત્ર થયા છીએ અને અમારો વિરોધ નોંધાવ્યો છે. ‘અમે આંગણવાડીમાં તાળાબંધી કરી છે’ તેને વધુમાં કહ્યું કે, ગત 5 માર્ચથી ઓનલાઇન કામગીરી બંધ કરી દીધી છે. અમારા બાળકો પૂરક પોષણથી વંચિત રહે છે તે અમને પણ ગમતું નથી પરંતુ અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી અને તેને કારણે અમે ત્રણ દિવસ સુધી અમારી માંગણીઓને લઈને ધરણા કરશું. હાલ અમે આંગણવાડીમાં તાળાબંધી કરી છે. જેથી સરકાર પગાર વધારાની માંગણી સંતોષે તેવી રજૂઆત છે. એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની 12 જેટલી માગણીઓ સી.આઈ.ટી.યુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન 26 જિલ્લાના 106 જેટલા આગેવાનોની બનેલી કારોબારીની બેઠકમાં તા.18, 19 અને 20 માર્ચના રોજ કામગીરીથી અળગા રહેવાનુ એલાન કરાયુ છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પરના પગારમાં વધારો, ડિજિટલ કામગીરી માટે 2022માં આપેલ વચન મુજબ નવા મોબાઇલ આપવા, નિવૃત્તિ વયમર્યાદા 60 કરવા, બાળકોના પોષણ આહાર માટેના દર 2019માં નક્કી કરાયા બાદ વધારો ન કરાતા તે વધારો કરવા, AVT અને FRS જેવી એપ્લિકેશન ચાલતી ન હોય બંધ કરવી, બાળકોના પોષણ આહાર તેમજ અન્ય તમામ બિલો નિયમિત ચૂકવાય અને તે બહેનોને પોતાના પગારમાંથી ખર્ચ ન પડે તે માટે એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની 12 જેટલી માગણીઓ મૂકવામાં આવી છે. ‘રજૂઆત કર્યા છતાં આ બાબતે પણ સરકાર દ્વારા નિર્ણય કરાયો નથી’ વધુમાં જણાવ્યા મુજબ, 10 ની માર્ચ 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રીએ હૈયા ધારણા આપી હોવા છતાં એક પણ માગણીઓનો ઉકેલ ન આવતા છેવટે પ્રથમ તબક્કામાં તારીખ 18, 19 અને 20 માર્ચના રોજ રજા રિપોર્ટ ભરીને તેમજ સ્થાનિક અધિકારીઓને આવેદનપત્રો આપીને કામથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે. લાંબા સમયથી ગુજરાતની 1,06,000 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સરકાર સમક્ષ 27 વખત બેઠક યોજીને માગણીનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ચૂકી છે. સરકારને જો કુપોષિત બાળકોની ચિંતા જ હોય તો છેક 2018માં પોષણના આહાર દરો નક્કી કરાયા હતાં તેમાં કોઈ જ વધારો કરાયો નથી તે કરી જ શક્યા હોત અને તેથી બાળકોના પોષણ આહારને નુકસાન પહોંચતું હોવાની રજૂઆત કર્યા છતાં આ બાબતે પણ સરકાર દ્વારા નિર્ણય કરાયો નથી. આંગણવાડી વર્કર અને હેલ્પરોને જીવન ટકાવવું મુશ્કેલ બન્યું વર્ષ 2018માં કેન્દ્ર સરકારે પગારમાં 1500નો વધારો કરી અને વર્કરને 4,500અને હેલ્પરને 625નો વધારો કરીને 2250 કર્યા હતા તથા રાજ્ય સરકારે 2022 માં વર્કરને માત્ર રૂપિયા 2250 અને હેલ્પર ને 3000 વધારો કર્યા બાદ કોઈ જ વધારો કર્યો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર અને હેલ્પરોના પગારોમાં વધારો કર્યા વિના કામના બોજમાં પણ જંગી વધારો કર્યો છે. વર્તમાન મોંઘવારીની પરિસ્થિતિમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોને જીવન ટકાવવું મુશ્કેલ બની જતા છેવટે પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે.
    Click here to Read More
    Previous Article
    Ravichandran Ashwin throws weight behind Gautam Gambhir’s approach: ‘More to Indian cricket than a couple of people’
    Next Article
    સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકનાં દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો:5 અનુભવી તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment