Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના બે બનાવ:36 અને 52 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી

    1 day ago

    રાજકોટ શહેરમાં આપઘાતના વધુ બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક 52 વર્ષીય અને એક 36 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા બન્ને મૃતદેહને પોલીસે પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જંગલેશ્વર શેરી નંબર 4માં રહેતા 52 વર્ષીય રોશનબેન અમરેલીયાએ ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે ગળેફાંસો ખાઈ લેતા તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જો કે ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી બનાવ અંગેની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરિવારજનોની પુછપરછ કરવામાં આવતા પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં માન સરોવર વિસ્તારમાં આવેલ શ્રી રામ પાર્ક શેરી નંબર 2માં રહેતા 36 વર્ષીય અનિતાબેન હરિસિંહ રાજપૂતએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો તેમને તાત્કાલિક નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં તેમની સારવાર ચાલુ હતી દરમિયાન રાત્રીના 12:30 વાગ્યે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા બનાવ અંગે જાણ આજીડેમ પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ આવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અનિતા અને તેનો પતિ મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું અને તેને સંતાનમાં બે બાળકો હોવાનું તથા અહીં રાજકોટમાં કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરની પંચવટી સોસાયટીના ફ્લેટમાંથી 180 બોટલ વિદેશી દારૂ ઝડપાયો:LCBએ ₹ 1,83,138 ના મુદ્દામાલ સાથે એકને દબોચ્યો; પોરબંદરના સપ્લાયરનું નામ ખુલતાં પોલીસ તપાસ શરૂ
    Next Article
    માધવપુર ચોપાટી પર નાસ્તાના સ્ટોલમાંથી દારૂની 170 બોટલો મળી:સ્ટીમ ઢોકળાના સ્ટોલની આડમાં દારૂનું વેચાણ થતું હતું; પોલીસે ₹ 21,400 નો વિદેશી દારૂ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment