Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધવપુર ચોપાટી પર નાસ્તાના સ્ટોલમાંથી દારૂની 170 બોટલો મળી:સ્ટીમ ઢોકળાના સ્ટોલની આડમાં દારૂનું વેચાણ થતું હતું; પોલીસે ₹ 21,400 નો વિદેશી દારૂ જપ્ત કર્યો

    1 day ago

    પોરબંદર જિલ્લાના માધવપુર ચોપાટી પર આવેલા નાસ્તાના સ્ટોલ પર દરોડો પાડીને પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 170 ચપટી બોટલો કબજે કરી છે. જપ્ત કરવામાં આવેલી દારૂની આ બોટલોની કુલ કિંમત ₹ 21,400 છે. ભાઈબીજના તહેવાર નિમિત્તે માધવપુર ચોપાટી પર પોલીસ ટીમ બંદોબસ્તમાં તૈનાત હતી તે દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે ઢોકળાના સ્ટોલ પર પોલીસે દરોડો પાડ્યો જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા અને માધવપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન લોકરક્ષક ધર્મેશ વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે ચોપાટી પર આવેલા ‘જય માતાજી સ્ટીમ ઢોકળા’ના સ્ટોલ પર આશીષ ઉર્ફે લાલો મોકરીયા દારૂનું વેચાણ કરે છે, જેથી પંચોને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. બે સ્થાનિક આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ પોલીસે દરોડા દરમિયાન સ્ટોલમાંથી વિદેશી દારૂની 170 ચપટી બોટલો કબજે કરીને માધવપુરના પુધર વિસ્તારમાં રહેતા આશીષ ઉર્ફે લાલો મોકરીયા અને પ્લોટ વિસ્તારમાં રહેતા સતીશ વાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં માધવપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:36 અને 52 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી
    Next Article
    India vs New Zealand LIVE Score, 4th ODI: Shreyas Iyer's Gamble Pays Off, India Pick Up Huge Wicket; NZ 6 Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment