Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:બપોરે તાપમાન 3.6 ડિગ્રી ઘટીને 35.6 ડિગ્રી થઇ ગયુ

    9 hours ago

    ભાવનગર શહેરમાં તાપમાનમાં વધઘટ સતત થઇ રહી છે ત્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 23.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 20 કિલોમીટર થઇ જતા સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી પવનના સૂસવાટા ફૂંકાતા ગરમીમાં રાહત મળી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ જતા બે દિવસ ગરમીમાં રાહત રહેવાની છે ત્યાર બાદ તા.16 માર્ચથી પુન: ગરમીનો પારો ઉચકાશે તેમજ તા.19 માર્ચે ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે એક જ દિવસમાં 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આથી નગરજનોએ આજે ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. સાથે આજે સાંજના સમયે 20 કિલોમીટરની તોફાની ઝડપે પવન ફૂંકાતા ગરમી ઘટી હતી. રાત્રે 3 ડિગ્રી વધુ તાપમાન શહેરમાં રાતનું ઉષ્ણતામાન 23.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે સામાન્ય રીતે હોવું જોઇએ તેનાથી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. તાપમાનમાં રોજિંદી વધઘટ
    Click here to Read More
    Previous Article
    સન્ડે ફોટો સ્ટોરી:હરવા ફરવા માટેનું નવું નજરાણું, બોરતળાવ પાસે નિર્મિત અર્બન ફોરેસ્ટ
    Next Article
    સિટી એન્કર:એડવાન્સ ટેક્સ માટે ITની ઇ-ઝૂંબેશ: ઇ-મેલ ફટકાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment