Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ પ્રમુખ-ચેરમેન સહિતના પતા કપાયા:રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક પર ઉમેદવાર જાહેર, લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર ચૂંટણી લડશે

    19 hours ago

    રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક ઉપર આજે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો બેડલાં, કુવાડવા, અને શિવરાજપુર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઈ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે. ઉપપ્રમુખને દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત રાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે. 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા ધુરંધરો કપાઇ ગયા જિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે. જિલ્લા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતાની ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટ કાપી રાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે. ગત 2021ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનરલ બેઠકો પુરુષ 13, સ્ત્રી 14 હતી જેમાંથી જનરલ પુરુષમાંથી 5 અને સ્ત્રીઓમાંથી 4 મળી કુલ 9 બેઠક પરથી ઓબીસીને લડાવવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતું વર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી. આ ઉપરાંત રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો હતો. જો કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા ન હતા જેમાં જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી હતી. જયારે ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામે તમામ 44 બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ, જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતા અને ભાજપે તમામ 16 બેઠક પર વિજય મેળવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઢોસાના ખીરુંથી મોત અને સસ્પેન્સ:માતાની ડાયરીથી રાઝ ખૂલી શકે, ઉમેદવારોની યાદીમાં ભાજપ-કોંગ્રેસને ફીણ આવી ગયા, ભાવનગરના પૂર્વ મેયર બગડ્યા
    Next Article
    વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભડકો:વોર્ડ નં. 18માં આયાતી ઉમેદવારો સામે કાર્યકરોનો બળવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment