Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપટપરામાંથી 3.56 લાખનો ગાંજો ઝડપાયો:રિક્ષા ગેંગે વૃદ્ધના ખિસ્સામાંથી પૈસા સેરવી લીધા, જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો

    10 hours ago

    રાજકોટના પોપટપરામાંથી પોલીસે સતત બીજા દિવસે ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 3.56 લાખના ગાંજા સાથે મહિલાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બનાવમાં રિક્ષા ગેંગ ફરી ઝળકી હતી. વૃદ્ધના ખિસ્સામાંથી પૈસા સેરવી લીધા હતા. જ્યારે જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હૂમલો થયાની ઘટના બની છે. પ્રદ્યુમનનગર પોલીસે સતત બીજા દિવસે પોપટપરામાંથી ગાંજો ઝડપી પાડ્યો રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રેલનગર મેઇન રોડ પર ક્રિષ્ના પાર્કની સામે રહેતી એક મહીલાએ પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે મહિલાનું નામ પૂછતા તેને પોતાનું નામ વર્ષાબેન બાબુ ઉકેડીયા હોવાનું જણાવ્યું હતું. તેને સાથે રાખી મકાનમાં તપાસ કરતાં ત્યાંથી 3.56 લાખનો 7.132 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતાં મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ મહિલા પોતે સુરતથી ગાંજો લાવી રાજકોટમાં છૂટક વેંચાણ કરતી હોવાનું સામે આવતા પોલીસે સુરતના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. વૃદ્ધના ખિસ્સામાંથી 9800 સેરવી લીધા રાજકોટના કોઠારિયા સોલ્વન્ટમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતાં નટવરલાલ જોષી (ઉ.વ.61)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વિરાણી અઘાટમાં કામનાથ વે-બ્રીજ પાછળ ગિરનારી ટી સ્ટોલ નામની ચાની હોટેલ ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારે 10 વાગ્યા આસપાસ ઘરેથી તેમની ચાની હોટેલ જવા માટે નીકળ્યા ત્યારે તેમનો ભત્રીજો રૂપિયા લેવા આવવાનો હોવાથી રોકડ 9800 સાથે લીધા હતા. આ રૂપિયા પેન્ટના ખિસ્સામાં રાખ્યા હતા. રિક્ષામાં બેસી તેઓ ગોંડલ ચોકડી સુધી જવા માટે તેમાં બેઠા હતા. રિક્ષામાં પાછળની સીટમાં એક બહેન તથા એક ભાઈ બેઠા હતા. જાગનાથ માર્બલની સામે પહોચતા તેઓ ત્યા ઉતરી ગયા અને તે વખતે જોયુ તો પેન્ટના જમણા ખિસ્સામાં રાખેલ રોકડા 9800 ગાયબ હતા. જેથી, રિક્ષામાં પાછળ બેઠેલા બંને પેસેન્જરમાંથી કોઇ એક પેસેન્જરે પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડા 9800 ચોરી કરી લેતાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમાં છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો ફરિયાદી રંજનબેન સરવૈયાના સગીર પુત્રને પડોશમાં રહેતો યુવાન ગાળો આપી હેરાન કરતો હતો. જેથી ફરિયાદી મહિલા આરોપી યુવકને ઠપકો આપવા તેના ઘરે ગયા હતા ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ઝઘડા દરમિયાન રંજનબેનના પતિ ભાવેશભાઇ સરવૈયા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ મામલો શાંત પાડવા માટે જ્યારે દંપતી પોતાના પુત્ર સાથે ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા હિતેશ બારૈયાએ પાછળથી આવીને ભાવેશભાઇના ડાબા પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ ભાવેશભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. છરીનો ઘા ઘણો ઊંડો હોવાથી ફેફસામાં લોહી ભરાઈ ગયું છે અને તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે આરોપી હિતેશ બારૈયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા સોમનાથ મંદિર ગ્રાઉન્ડમાં 7 સ્કોર્પિયો સ્ટંટ:વીડિયો વાયરલ થતા પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું
    Next Article
    "Bengal Chief Minister Will Be From BJP": Amit Shah To NDTV At Rally

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment