Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ કનેક્શન કાપવાની ધમકી આપી મિનિટોમાં 3.53 લાખ સેરવી લીધા:મીટર રીડિંગ અપડેટના નામે અદાણી શાંતિગ્રામના રહીશ સાથે ઠગાઈ

    10 hours ago

    ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન હદમાં આવેલા અદાણી શાંતિગ્રામમાં સાયબર ક્રાઈમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગેસ કનેક્શન બંધ કરી દેવાની ધમકી આપીને સાયબર ઠગે યુવકને ઝાંસામાં લઈ મોબાઈલમાં એક apk ફાઈલ ઈન્સ્ટોલ કરાવી હતી. આ ફાઈલ મારફતે ડેટા ચોરી કરીને ક્રેડિટ કાર્ડ અને બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 3,53,990 ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરવામાં આવી છે. મીટર રીડિંગ અપડેટ ન હોવાનો મેસેજ મોકલી ઝાંસામાં લીધા અદાણી શાંતિગ્રામમાં ભાડેથી રહેતા અને હોન્ડા કંપનીમાં નોકરી કરતા યોગેશકુમાર યાદવને તેમના મકાનમાલિકે એક વોટ્સઅપ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. આ મેસેજમાં અદાણી ગેસનું મીટર રીડિંગ અપડેટ ન હોવાથી રાત્રે કનેક્શન કાપી નાખવાની ધમકી અપાઈ હતી અને સમસ્યાના ઉકેલ માટે રાહુલ અગ્રવાલ નામના અધિકારીનો નંબર આપવામાં આવ્યો હતો. apk ફાઈલ ડાઉનલોડ કરાવી ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સાયબર ઠગે મીટર રીડિંગ ઓનલાઈન અપડેટ કરવાના બહાને વોટ્સઅપ પર એક apk ફાઈલ મોકલી હતી. ગેસ કનેક્શન બંધ થઈ જવાની ચિંતામાં યોગેશકુમારે ફાઈલ ડાઉનલોડ કરી તેમાં પોતાની બેંકિંગ વિગતો ભરી દીધી હતી. થોડી જ વારમાં તેમના ICICI બેંકના સેવિંગ્સ એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી સતત નાણાં ઉપડવાના મેસેજ આવવા લાગ્યા હતા. ત્વરિત કાર્ડ બ્લોક કરાવ્યું છતાં ₹3.53 લાખ ટ્રાન્સફર થઈ ગયા સતત મેસેજ આવતાં યોગેશકુમારે ત્વરિત બેંકિંગ કાર્ડ બ્લોક કરી દીધાં હતાં, જેથી ઘણા ટ્રાન્ઝેક્શન રીજેક્ટ થયા હતા. આમ છતાં, ઠગબાજે તેમના ખાતામાંથી રૂ. 3,53,990 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં જ તેમણે સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    નાગ, ખડચિતળો, કાળોતરો, ફુરસાનું ઝેર તમારો જીવ બચાવશે!:471 ઝેરી સાપમાંથી 69 ગ્રામ ઝેર કઢાયુ; ધરમપુર સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એન્ટી-વેનમ બનાવવાની પ્રક્રિયા જાણો
    Next Article
    જામનગરમાં શ્રી સિદ્ધિવધુ કંઠાભરણ તપનો વરઘોડો નીકળ્યો:વિશાશ્રીમાળી તપગરછ જૈન સંઘ દ્વારા રથયાત્રાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment