Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંતર-મંતર ન પહોંચી શક્યા પ્રદર્શનકારીઓ, ટોપના નેતાઓની અટકાયત:3500 સમર્થકો કસ્ટડીમાં, 38 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત, દિલ્હી કિલ્લેબંધી; 7 મુદ્દામાં રોકવાની રણનીતિ

    1 day ago

    દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન માટે જઈ રહેલા પૂર્વ CM અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જીની પોલીસે અટકાયત કરી. જંતર-મંતર, કનોટ પ્લેસ અને મિન્ટો બ્રિજ સહિતના અલગ-અલગ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 1,000થી વધુ પ્રદર્શનકારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. CJPના સ્થાપક અભિજીત દીપકેને મુંબઈથી દિલ્હી પહોંચેલી ફ્લાઇટની અંદરથી જ અટકાયત કરવામાં આવી. તેમની સાથે CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પણ પોલીસ લઈ ગઈ. બપોરે આશરે 1 વાગ્યે ઇમ્તિયાઝ અલી માર્ગ પર આકાશવાણી ભવન પાસે પ્રદર્શનકારીઓએ બેરિકેડ પાર કરીને પોલીસ પર પથ્થરો ફેંક્યા, જેના કારણે બે પોલીસકર્મીઓ ઘાયલ થયા. પ્રદર્શનકારીઓએ બેરિકેડિંગ પણ તોડી નાખ્યું. આ દરમિયાન એક પ્રદર્શનકારીનું માથું પણ ફાટી ગયું. જણાવી દઈએ કે CJP મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપ લગાવીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા અને SIR રોકવાની માગ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    भगवा, हिन्दू ख़तरे के नाम पर बीजेपी के लिए वोट कौन माँग रहा है? कहाँ है चुनाव आयोग?
    Next Article
    'રાહુલ તેરા ક્યા ભરોસા':ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ ભવન ઘેર્યું, પૂર્વ અગ્નિવીરો માટે ગુડ ન્યૂઝ; અતુલ દાદાએ વાયરલ ટ્રેન્ડની ઝાટકણી કાઢી, કિર્તીદાનના ગરબા ખુલ્લામાં રમાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment