Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વ્યાજખોરોનો ત્રાસ, 3.50 લાખની લોન સામે કાર પડાવી:4.27 લાખ વસૂલ્યા છતાં વધુ 10 લાખ માગનાર બે સામે ગુનો નોંધાયો

    1 day ago

    નવસારીમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. લાયસન્સ વગર વ્યાજે પૈસા આપતા બે શખ્સોએ એક પરિવારને ધમકી આપી અર્ટિગા કાર પડાવી લીધી. પોલીસ ફરિયાદ મુજબ, સુમૈયાબેન શેખના પતિએ આર્થિક જરૂરિયાત માટે ઝૈદમહમદ શાહિદ શેખ અને મહમદશાહિદ અબ્દુલ રહેમાન શેખ પાસેથી 3.50 લાખ રૂપિયા 15% વ્યાજે લીધા. આ બંને પાસે વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ નહોતું. લોન લીધા પછી, ફરિયાદીના પતિ 30 દિવસમાં પૈસા ચૂકવી શક્યા નહીં. આરોપીઓએ ફેબ્રુઆરી 2025 થી જૂન 2025 દરમિયાન વ્યાજ પેટે 4.27 લાખ રૂપિયા વસૂલ્યા. આટલા પૈસા ચૂકવ્યા છતાં, તેમણે કાર બળજબરીથી પડાવી લીધી. કાર પડાવ્યા પછી પણ આરોપીઓએ પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમણે 10 લાખ રૂપિયાની વધુ માંગણી કરી હેરાન કર્યા. નવસારી ટાઉન પોલીસે ગુજરાત નાણાં ધિરાણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    NCERT To Organise Five-Day Online Series On Understanding Down Syndrome From October 26
    Next Article
    રાજકોટમાં પતિ-પત્નીનો ગળાફાંસો ખાઈને આપઘાત:વ્યાજખોરના ત્રાસથી લસણના કારખાનામાં અંતિમ પગલું ભર્યું, પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment