Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજ્જુ લવ ગુરુના પરિવારને 3.50 કરોડથી વધુનું દાન મળ્યું:અકસ્માતમાં જીવ ગુમાવનાર ચંદન રાઠોડને ગુજરાતીઓએ આર્થિક આશીર્વાદ આપ્યા, ખજૂરભાઈ જાહેરાત કરશે

    2 days ago

    વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી દેશી કોમેડી અને રીલ્સ થકી કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવનાર જાણીતા કન્ટેન્ટ ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવાર પર આવી પડેલા આ આભ તૂટી પડ્યા બાદ લોકસેવકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ ઉપાડી હતી. ₹2 કરોડનો ટાર્ગેટ હતો, પરંતુ દાતાઓએ ₹3.60 કરોડ વરસાવ્યા ચંદન રાઠોડના પરિવારની અત્યંત દયનીય સ્થિતિ જોતાં સેવાભાવી અગ્રણીઓ દ્વારા ₹2 કરોડની આર્થિક સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા ચાહકો અને દાતાઓએ મુક્ત મને દાન આપતાં આ આંકડો અંદાજે ₹3.60 કરોડને વટાવી ગયો છે. આજે પણ લોકો તરફથી સતત મદદનો પ્રવાહ ચાલુ છે, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સહાય સ્વીકારવાનું હવે પૂર્ણ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. નકલી ક્યૂઆર કોડ અને ગેરરીતિ અટકાવવા અભિયાન બંધ કરાશે સહાય ઝુંબેશની સફળતા સાથે કેટલાક અસામાજિક તત્ત્વો અને ઠગબાજો પણ સોશિયલ મીડિયા પર ફેક UPI આઈડી અને QR કોડ બનાવીને ઉઘરાણું કરતા હોવાની બાબત સામે આવી હતી. આથી, લોકો ગેરમાર્ગે ન દોરાય અને છેતરાય નહીં તે હેતુસર તમામ લિંક અને ખાતાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર રીતે જાહેરાત કરાશે કે ચંદન રાઠોડના નામે હવે કોઈએ એક પણ રૂપિયો આપવો નહીં. પત્ની અને બાળકો માટે ફંડની ફિક્સ ડિપોઝિટ થશે ચંદનના અકાળે અવસાન બાદ પરિવારમાં તેના વૃદ્ધ પિતા, માતા, પત્ની અને બે માસૂમ બાળકો નિરાધાર બન્યા છે. ખાસ કરીને પરંપરાગત સમાજમાં પડદા પ્રથા વચ્ચે એકલી પડેલી પત્ની પર બે બાળકોના લાલનપાલનની સંપૂર્ણ જવાબદારી આવી પડી છે. આથી એકઠા થયેલા ભંડોળમાંથી મોટી રકમ ચંદનની પત્ની અને બાળકોના નામે ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે જેથી તેઓ આજીવન આર્થિક રીતે સુરક્ષિત રહી શકે. ત્રણ બહેનોને ₹10-10 લાખ અપાશે ચંદન રાઠોડની ત્રણ બહેનો પણ ખૂબ જ સામાન્ય અને ગરીબ પરિસ્થિતિમાં જીવે છે. બહેનોએ પોતાનો વ્હાલસોયો ભાઈ ગુમાવ્યો હોવાથી તેમને ક્યારેય મામેરા કે રક્ષાબંધને ભાઈની ખોટ ન સાલે તે માટે ત્રણેય બહેનોને ₹10-10 લાખની સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. ચંદનના ઉદાર પિતાએ પણ દીકરીઓને યોગ્ય ભાગ મળે તે માટે મોટું મન રાખ્યું છે. હવે અન્ય જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા અપીલ ચંદન રાઠોડના પરિવારની જરૂરિયાત કરતાં પણ વધુ સહાય એકત્ર થઈ ચૂકી હોવાથી હવે સમાજના અન્ય ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને ટેકો આપવા ચાહકોને અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા કે ગુજરાતના અન્ય કોઈ જરૂરિયાતમંદ દર્દી કે અકસ્માત પીડિત પરિવાર હોય તેમને સહાય પહોંચાડવામાં આવે તો જ માનવતા સાચા અર્થમાં સાર્થક થશે તેવો સંદેશ આપવામાં આવ્યો છે. સત્તાવાર આંકડો પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાશે, તેની અમે અહીં અપડેટ આપીશું…
    Click here to Read More
    Previous Article
    થપ્પડ વિવાદ પર પ્રવેશ વર્માની કેજરીવાલને ચેતવણી:સરકારી કામ રોકવાનું સહન નહીં કરું, રાહુલ ગાંધીને કહ્યું- તમે રહેવા દો ભાઈ
    Next Article
    રાજ્યભરમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ:કેદારનાથમાં ફસાયા 14 સુરતીઓ, ભાજપ કોર્પોરેટરના ભત્રીજાએ આધેડને ઉડાવ્યા, સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના ધરણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment