Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    35 વર્ષના વડોદરાના MP ડો.હેમાંગ જોશી ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ:નીતિન નબીનની ટીમમાં ચાર ગુજરાતી, કોંગ્રેસમાંથી અઢી વર્ષ પહેલાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા

    1 day ago

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત થઈ છે. ગુજરાતમાંથી ચાર નેતાને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસમાંથી અઢી વર્ષ પહેલાં આવેલા રોહન ગુપ્તાને પણ સ્થાન આપ્યું છે. ભાજપ યુવા મોરચાના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાને હટાવીને 35 વર્ષના હેમાંગ જોશીને જવાબદારી સોંપવામાં આવી છે. હાલ તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ છે. યુવા સંગઠનના ચહેરા તરીકે તેમની ભૂમિકા વધી છે.અગાઉ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ પદ માટે પણ હેમાંગ જોશીનું નામ ચર્ચાયું હતું. પરંતુ હવે તેમને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે. ભાજપમાં 2013થી સક્રિય કાર્યકર બન્યા પોરબંદરથી વડોદરા શિક્ષણ માટે આવેલા ડો.હેમાંગ જોષી મ.સ.યુનિમાં એબીવીપીમાં હતા. 2010-11માં એબીવીપીના મિડીયા ઇન્ચાર્જ અને જિલ્લા કાર્યકારી સભ્ય હતા. 2013થી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા અને 2022માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ તરીકે પ્રથમ જવાબદારી મેળવી હતી. 2015-16માં સોશિયલ વર્ક ફેકલ્ટીમાં જીએસ હતા. વર્ષાબેન દોશી-રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષા નરેન્દ્રભાઈ દોશી ગુજરાત ભાજપના અનુભવી મહિલા નેતાઓમાંના એક છે. તેઓ સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભા બેઠક પરથી 2007 અને 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી નહોતી. આ ઉપરાંત તેો ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. 2023માં મહેસાણા જિલ્લાના પ્રભારી બનાવ્યા હતા. જ્યારે હાલ આણંદ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી તરીકે પણ કાર્યરત છે. હાલ ગુજરાતમાંથી રાષ્ટ્રીય સ્તરે કોણ? ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય સંગઠન અને કેન્દ્રીય રાજકારણમાં પહેલેથી જ અનેક મહત્વના ચહેરા છે. સી.આર. પાટીલ કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં પણ લાંબો અનુભવ ધરાવે છે. મનસુખ માંડવિયા પોરબંદરના સાંસદ અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય સિનિયર નેતાઓ રાષ્ટ્રીય રાજકારણમાં અલગ-અલગ ભૂમિકામાં રહ્યા છે. હવે નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના સંગઠનાત્મક નેતાઓને સ્થાન મળે છે કે નહીં તેના પર નજર છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં એમ્બ્રોઈડરી વર્કર્સ પર પોલીસનો લાઠીચાર્જ, VIDEO:પથ્થરમારો કરતા PCB જવાન ઈજાગ્રસ્ત, બોનસ અને રજા મુદ્દે 500 પરપ્રાંતીયોનું ટોળું ઉગ્ર બનતા રાયોટિંગનો ગુનો દાખલ
    Next Article
    નવસારીના દેવેશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપૂર:વરસતા વરસાદ વચ્ચે ભક્તોએ મહાદેવના દર્શન કર્યાં, 30 ઑગસ્ટે બાબા બર્ફાનીના દર્શનનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment