Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના 35 હજાર રિક્ષા ચાલકોનો વિરોધ:CNG નો ભાવ રૂ.85 એ પહોંચતા મીનીમમ ભાડું રૂ.15 થી વધારી રૂ.20 કરવા માગ

    20 hours ago

    અમદાવાદની માફક હવે રાજકોટ રિક્ષા એસોસિએશન દ્વારા ભાડામાં વધારાની માંગ કરવામાં આવી છે. બસપોર્ટ પાસે ઊભી રહેતી 100 રિક્ષાના એસોસિએશન દ્વારા 1 કિલોમીટરનું મીનીમમ ભાડું રૂ.15 છે તેમાં વધારો કરી રૂ.20 કરવાની માંગ કરવામાં આવી છે. તેમનો આક્ષેપ છે કે રેપિડોના કારણે રિક્ષા ચાલકોનો બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. CNG નો એક કિલોનો ભાવ વધી રૂ.85 એ પહોંચતા રાજકોટના 35 હજાર રિક્ષા ચાલકોએ ભાડા વધારાની માંગ કરી હતી. રાજકોટ બસપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ અમીનભાઈ નગરીયાએ જણાવ્યું હતું કે, મારે કહેવાનું એવું છે કે જે કિલોમીટરનું ભાડું ₹15 ચાલતું હતું, એ ભાડું હવે વધારો. એનું કારણકે ગેસના, ઓઇલના, સ્પેરપાર્ટના બધા ભાવ મોંઘા થયા છે. ખાસ કરીને રેપિડો મોટરસાઇકલ જે આ બસ સ્ટેન્ડે આવે છે એને ખાસ બંધ કરાવો. એનું કારણ કે જ્યાં ₹100 ભાડું હોય ત્યાં રેપિડો ₹35 માં મોટરસાઇકલ લઇ જાય. એ બાબતે અમારે રિક્ષાવાળાઓના ધંધા ઠપ્પ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારે જે રેગ્યુલર ધંધો હતો એ પૂરો થઈ ગયો હવે. હવે અત્યારે આ રેપિડો વાળા એ રીતની સ્કીમ કરી રહ્યા છે કે જ્યાં રૂ.100 ભાડું હોય ત્યાં રૂ.35 માં લઈ જાય એટલે રિક્ષામાં સવારી બેસતી નથી. રેપિડો રિક્ષામાં 3 ની પરમિટ હોવા છતાં નક્કી જ 5 મુસાફરોને બેસાડવામાં આવે છે. રાજકોટમાં 3 વર્ષ પહેલા જ્યારે ગેસ ₹26 નો કિલો હતું ત્યારે ₹15 ભાડું હતું. અત્યારે ગેસ ₹85 થી વધુ છે છતાં ₹15 કેમ? હવે અમારેય ભાડું વધારવું છે. એટલે હવે ₹20 કિલોમીટરના કરો. જ્યારે અન્ય રિક્ષા ચાલક શહેજાદ અબ્દુલભાઈ માડકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા અમે રૂ.15 થી 20 વર્ષથી એક જ ભાડામાં ચાલીએ છીએ. અમદાવાદ, મોરબી, જામનગર જેવા સિટીમાં ભાડાં વધી ગયા અને ખરેખર રાજકોટમાં વધે એવી અમારી માંગણી છે. હાલમાં રેપિડો ચાલુ થયા બાદ અમે સવારે 7 વાગ્યે ઘરેથી નીકળીએ છીએ અને 9.30 વાગ્યે બોણી થાય છે. અમારું એવું કહેવાનું છે રેપિડો હોય તોય ભલે અને રેપિડો વગરના હોય તોય ભલે. 1 કિલોમીટરના મિનિમમ રૂ.20 થવા જોઈએ તો અમારું ઘર ગુજરાન ચાલે. અમારું જે મિનિમમ રૂ.100 ભાડું થાતું હોય તો એ રેપિડો રૂ.55 થી 60 માં લઈ જાય. જેથી 50% નો ફેર પડી જાય છે.
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું-Gen-Zને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો:મારા માટે પદ મહત્વપૂર્ણ નહોતું; વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કર્યા બાદ મેં રાજીનામું આપ્યું
    Next Article
    વઢવાણના નગરા નજીક નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત:પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી કંપની સામે આક્ષેપ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment