Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કારનો કાચ તોડી 35 લાખની ચોરી, CCTV:હાલોલથી વડોદરા આવતા કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર ચા-પાણી પીવા રોકાયા ને 10 જ મિનિટમાં લાખોની ઉઠાંતરી, હેલ્મેટ પહેરી આવેલા તસ્કરો બેગ ઉઠાવીને ભાગ્યા

    8 hours ago

    વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર દેણા ચોકડી પાસે કાર પાર્ક કરીને ચા-પાણી પીવા ગયેલા કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયરની કારનો કાચ તોડી તસ્કરો 35 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. એન્જિનિયર માત્ર 10 મિનિટમાં પરત ફર્યા ત્યારે કારનો કાચ તૂટેલો અને રોકડ ભરેલી બેગ ગાયબ જોવા મળી હતી. દિવાળીના તહેવાર પહેલાં કર્મચારીઓના પગાર અને સપ્લાયરોને પેમેન્ટ માટે લઈ જવાતી માતબર રોકડની ચોરી થતાં ચકચાર મચી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર નજીક દેણા ચોકડી પાસે પાર્ક કરેલી કારનો કાચ તોડી 35 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગની ચોરી થઈ છે. હાલોલની કન્સ્ટ્રક્શન કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા રોમલકુમાર જશુભાઈ પટેલ (ઉં.વ.31)એ આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ, રોમલકુમાર પટેલ હાલોલ GIDC વિસ્તારમાં આવેલી રૂબામીંગ પ્રા.લિ. અને હિટાચી એનર્જી સહિતની કંપનીઓના બાંધકામ પ્રોજેક્ટમાં કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમાં 10થી 15 તારીખ વચ્ચે કર્મચારીઓ અને વર્કરોને પગાર ચૂકવવાનો હતો. ઉપરાંત દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સપ્લાયરોને પણ પેમેન્ટ આપવાનું હોવાથી રોકડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કંપનીની ઉઘરાણીમાંથી અગાઉ મળેલા રૂ.5 લાખ તેમની બેગમાં રાખેલા હતા. તા.10 ઓક્ટોબરના રોજ સાંજે આશરે 4:30 વાગ્યે તેઓ હાલોલમાં ઘોઘરા રોડ પર રાજધાની હોટેલ સામે આવેલી નમો આંગડિયા પેઢી ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી રૂ.30 લાખ રોકડા મેળવી અગાઉના રૂ.5 લાખ સાથે રૂ.35 લાખ બેગમાં મૂક્યા હતા. ત્યારબાદ તેઓ કિયા સેલ્ટોસ કારમાં રોકડ લઈને વડોદરા આવવા નીકળ્યા હતા. સાંજે આશરે 5:45 વાગ્યે દેણા ચોકડી પાસે કાર પાર્ક કરીને લોક કરી તેઓ નજીકના કોમ્પ્લેક્સમાં ચા-પાણી પીવા ગયા હતા. 10 મિનિટ બાદ પરત ફરતાં કારની ડ્રાઇવર તરફના પાછળના દરવાજાનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. કારમાં મૂકેલી 35 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ પણ ગાયબ હતી. આસપાસ તપાસ કરવા છતાં બેગનો પત્તો ન લાગતાં તેમણે ઓફિસના કર્મચારી, કંપનીના માલિક અને મામાને જાણ કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. દિવાળીના તહેવાર પહેલાં કર્મચારીઓના પગાર અને સપ્લાયરોના પેમેન્ટ માટે લઈ જવાતી આટલી મોટી રોકડની ચોરીના બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરને શોધવા તપાસ હાથ ધરી છે. કારનો કાચ તોડીને બેગની ચોરી કરનાર શખ્સો કોણ હતા અને તેમને રોકડની હિલચાલની અગાઉથી જાણ હતી કે કેમ તે સહિતના મુદ્દા તપાસનો વિષય બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    શાંતિપૂર્ણ પ્રદર્શનમાં લોકોને કસ્ટડીમાં ન લો:સુપ્રીમ કોર્ટનો દિલ્હીમાં મેટ્રો-ઇન્ટરનેટ ફરી શરૂ કરવાનો આદેશ; 45 મેટ્રો સ્ટેશન બંધ અને 7000 લોકો કસ્ટડીમાં હતા
    Next Article
    સુરેન્દ્રનગરમાં VHP-બજરંગ દળે હિન્દુ સુરક્ષા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા:નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષાને ધ્યાને રાખીને નંબર જાહેર કરાયાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment