Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢના ભેંસાણમાં બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો:રાજુલાની રાયડી નદીમાં પૂર, 35 બકરા તણાયા; સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંજના 7 સુધી રેડ એલર્ટ

    23 hours ago

    હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આજે 1 જુલાઈના સુરત અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા ભુક્કા બોલાવશે તેવી સંભાવના છે. દરિયો તોફાની બનવાની આશંકાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. જ્યારે આજે સાંજે સાત વાગ્યા સુધી હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, દીવમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો દ્વારકા, જામનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે એક જુલાઈએ વહેલી સવારથી જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરી. જેમાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સવા પાંચ ઈંચ વરસાદ વાપીમાં નોંધાયો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. તો આજે બપોરે બે વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના ભેંસાણમાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો રાજકોટના લોધિકા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. આજે વાપીમાં ચલા રોડ, કચીગામ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. એ સાથે જ રેલવે અંડર પાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અને મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી હતી. તો આ તરફ સૌરાષ્ટ્ર જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલાના ચૌત્રામાં રાયડી નદીમાં પૂરથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 35 બકરા તણાયા તો કેટલીક મહિલાઓને પણ સ્થાનિકોએ બચાવી લીધી હતી. અમરેલી તાલુકાના વડેરા ગામમાં અનરાધાર વરસાદ પડતા નદીઓમાં બાદ ચેકડેમ ઓવરફ્લો થયા હતા. વડેરા, રંગપુર સહિત આસપાસના ગામમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ મેઘમહેર થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો સાંસદ રોડ તેમજ કસ્તુરબા સોસાયટી સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. મજેવડી ગેટથી રેલવે સ્ટેશન તરફ જવાના માર્ગ પર પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે જોષીપરા અંડરબ્રિજમાં દર વર્ષની જેમ પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. કેશોદમાં મકાન પર નળિયા ગોઠવતી વખતે વ્યક્તિ નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આજે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડા સાથે વીજળી થવાની પણ શક્યતા છે અને પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 1 જુલાઈના દક્ષિણ ગુજરાતના સુરત નવસારી દમણ વલસાડ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રાજકોટ જુનાગઢ વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના વરસાદની તસવીરો… જમ્મુ-કાશ્મીરના ડોડામાં બુધવારે સવારે 2 વખત વાદળ ફાટ્યું. ભલેસાના કલાલગીસર વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું. પુષ્કળ કાટમાળ પહાડી પરથી વહીને રસ્તા પર આવી ગયો. જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા. બીજી તરફ, અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. અંજો જિલ્લાના સારતી ગામમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Bill to remove ministers detained for 30 days set to be okayed by MPs’ panel
    Next Article
    દ.ગુજરાતમાં મેઘરાજાની ધબધાટી:પાંચ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, UPSCના ઉમેદવારો માટે સરકારનો મોટો નિર્ણય,ED અને CBIના નામે 3.18 કરોડની ઠગાઈ કરનાર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment