Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીપુરીની લારીઓ પર દરોડા, 35 કિલો વાસી જથ્થો નાશ:ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી ડ્રાઇવ યોજી, 36 સેમ્પલ લેવાયા

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમની એક વિશેષ ટીમે શહેરના મુખ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઇવ હેઠળ સુરેન્દ્રનગરના જાણીતા 80 ફૂટ રોડ પર આવેલી અંદાજે 20 જેટલી પાણીપુરીની લારીઓ અને પેઢીઓ પર ફૂડ ઇન્સ્પેક્ટર પી. બી. સાવલિયા તથા એસ. જે. પ્રજાપતિની ટીમે આકસ્મિક તપાસ (દરોડા) કરી હતી. આ તપાસનો મુખ્ય હેતુ ચોમાસાની ઋતુ અને સામાન્ય દિવસોમાં રોગચાળો ન ફેલાય અને લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ સઘન ચેકિંગ દરમિયાન ટીમે અલગ-અલગ પેઢીઓમાંથી કુલ 36 જેટલા શંકાસ્પદ સેમ્પલ લીધા હતા. જેમાં મુખ્યત્વે પાણીપુરીનું પાણી, વિવિધ ચટણીઓ, પાણીપુરીનો બટાકાનો માવો અને પાણીપુરીની પુરીના નમૂનાઓનો સમાવેશ થાય છે. એકત્રિત કરાયેલા આ તમામ નમૂનાઓને લેબોરેટરી ટેસ્ટિંગ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન કેટલીક લારીઓ પર બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાકનું વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. ફૂડ વિભાગની ટીમે માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે તેવા કુલ ૩૫ કિલો વાસી બટાકાનો માવો તથા વાસી ચટણીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. કલેક્ટર પ્રશાસન દ્વારા વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગ્રાહકોને તાજો તેમજ શુદ્ધ ખોરાક પીરસવા કડક તાકીદ કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    ભારત દુનિયાની 5મી સૌથી મોટી ડિજિટલ ઇકોનોમી:જર્મની, ફ્રાન્સ, જાપાન અને કેનેડાથી આગળ; AI ઇન્ડેક્સમાં ચોથું સ્થાન
    Next Article
    જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરની કેબિન ભડભડ સળગી:વેરાવળમાં રહેણાક મકાનમાં આગ, દાદરાની ટેક્સટાઇલ કંપની આગની ચપેટમાં, ગુજરાતમાં શુક્રવારની રાત્રે આગની 3 ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment