Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પહેલા મેગા કોમ્બિંગ:35 અધિકારી, 350 પોલીસકર્મીની 29 ટીમ ત્રાટકી, આરોપીઓ પર બાજ નજર; 8 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ

    11 hours ago

    આગામી 16 જુલાઈએ યોજાનારી ભાવનગરની 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે ગત મોડીરાત્રે રેન્જ આઈજીપીના માર્ગદર્શન હેઠળ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગનું કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 દિવસથી લોકલ પોલીસ, સિટી ડિવિઝન, હેડક્વાર્ટર અને એલસીબી-એસઓજીની અલગ-અલગ ટીમો સતત ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. ગત રાત્રિએ સિટીના તમામ 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યોજાયેલા મેગા કોમ્બિંગમાં પીએસઆઈ સહિતના 35 ઉચ્ચ અધિકારીઓ અને 350 જેટલા પોલીસ જવાનોની 29 ટીમો જોડાઈ હતી. પોલીસની ત્રણ સ્તરીય સુરક્ષા ડ્રાઈવ રથયાત્રા પૂર્વે ક્રાઈમ કોન્ફરન્સ રૂમમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ બીજી તરફ, રથયાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સીટી ડીવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, ક્રાઈમ કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી આ બેઠકમાં રૂટ પરના વિસ્તારોના અગ્રણીઓ સહિત હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખૂબ જ હકારાત્મક ચર્ચા થઈ હતી અને તમામ સમાજે ભાઈચારા સાથે રથયાત્રા સંપન્ન કરાવવા ખાતરી આપી હતી. 10 અને 11 જુલાઈએ પોલીસ યોજશે સામાજિક કાર્યક્રમો પોલીસ અને જનતા વચ્ચે સુમેળ વધારવા માટે આઈજીપીની સૂચનાથી આગામી 10 અને 11 જુલાઈએ રક્તદાન શિબિર (બ્લડ ડોનેશન કેમ્પ), નિબંધ સ્પર્ધા અને જુદી-જુદી કોમ્પિટિશન જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં એસ.પી. નિતેશ પાંડેય, એલસીબી, એસઓજી અને તમામ પી.આઈ. હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Uttrakhand में देखते ही देखते ढह गया मकान, डरावनी Video! | Weather | Heavy Rain |Tehri Garhwal Video
    Next Article
    ચપટી કચરો ભેગો કરવામાં મેયર અને 5 અધિકારીઓએ સાવરણા ફેરવ્યા!:જૂનાગઢમાં હાથ ધરાયેલું સફાઈ અભિયાન જાણે ફોટો સેશન બની ગયું, કેમેરામેન સહિતનો કાફલો સાથે રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment