Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, 35ને રીપીટ કરાયા:દેવાંગ દાણી અને ધરમશી દેસાઈને ટિકિટ, જુઓ સંપૂર્ણ યાદી

    17 hours ago

    અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોની યાદીને લઈને અનેક અસમંજસ અને સસ્પેન્સ બાદ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 160 પૂર્વ કોર્પોરેટરોમાંથી 35 કોર્પોરેટરોને રીપીટ કરાયા છે. સાબરમતીથી ખુશી પરમાર અને નવા વાડજ વોર્ડમાં નિધિ જયદીપ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને ટિકિટ અપાઈ છે. હિતેશ બારોટને રીપીટ કરાયા તાજેતરમાં જ વિવાદમાં રહેલા સૈજપુર બોઘાના કોર્પોરેટર રહી ચૂકેલા વિનોદાકુમારી ચૌધરીને ફરીથી રીપીટ કરવામાં આવ્યા છે. થલતેજ વોર્ડમાંથી સામાન્ય સીટ ઉપરથી OBC જ્ઞાતિમાંથી આવતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટને રીપીટ કરવામાં આવ્યા છે. પ્રીતીશ મહેતા, જૈનિક વકીલ, રાણીપ વોર્ડમાંથી વિરલ વ્યાસ સહિતના પતા કપાયા અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી ચર્ચાસ્પદ નામ એવા પાલડી વોર્ડમાંથી પ્રીતીશ મહેતા, જૈનિક વકીલ, રાણીપ વોર્ડમાંથી વિરલ વ્યાસ, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાંથી પ્રદીપ દવે અને મુકેશ મિસ્ત્રી, સરદાર નગર વોર્ડમાંથી સન્ની ખાન ચંદાણી જેવા યુવા અને અનુભવી કોર્પોરેટરોને ઉમેદવાર તરીકે કાપી નાખવામાં આવ્યા છે. શહેર ભાજપ મહામંત્રી રહેલા જશુભાઈ ઠાકોરને શાહીબાગ વોર્ડના ઉમેદવાર તાજેતરમાં જ શહેર સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી રહેલા જશુભાઈ ઠાકોરને શાહીબાગ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શહેરના ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રવીણ અંબાલાલ પટેલને ઘાટલોડીયામાંથી જ્યારે અનસુયાબેન પટેલને અસારવામાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શહેર સંગઠનમાં વોર્ડ પ્રમુખ તરીકે રહેલા વિરાટ પુરોહિત, શાહીબાગમાંથી ગિરીશ વણઝારાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    RR vs RCB Live Score, IPL 2026 Match 16 Updates: Dhruv Jurel slams half century; Rajasthan Royals (191/4) vs Royal Challengers Bengaluru
    Next Article
    US Woman Accused Of Luring Partner With Massage Before Killing Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment