Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદનો અનોખો ‘રક્તદાતા પરિવાર’:અમદાવાદના પરીખ પરિવારનો અજોડ કીર્તિમાન; માતા, પિતા અને સંતાનોનો રક્તદાન સ્કોર 349 પર પહોંચ્યો

    1 day ago

    આજે 14 જૂન, 2026 એટલે કે "વિશ્વ રક્તદાતા દિવસ". જ્યારે આપણું કોઈ સ્વજન હોસ્પિટલના બિછાને હોય અને ડોક્ટર તાત્કાલિક લોહી ચડાવવાની જરૂરિયાત જણાવે, ત્યારે જ આપણને રક્તની સાચી કિંમત સમજાય છે. આ જાગૃતિના કારણે જ હવે લોકો રક્તદાન તરફ વળ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષમાં 2,00,000 થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 11,50,000 થી વધુ લોકોએ રક્તદાન કરીને અનેક નાગરિકોને નવજીવન આપ્યું છે. હવે તો સામાજિક પ્રસંગો, સોસાયટીઓ અને સ્નેહમિલન સમારોહમાં પણ રક્તદાન શિબિરો યોજાવા લાગી છે. રક્તદાનની આ વ્યાપક જાગૃતિ વચ્ચે અમદાવાદમાં એક એવો અનોખો પરિવાર છે, જે સમાજ માટે પ્રેરણારૂપ બનીને ‘રક્તદાતા પરિવાર’ તરીકે ઓળખાય છે. પરીખ પરિવારનો અનોખો સેવા યજ્ઞ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ડો. વિનીત સી. પરીખ અને ચેતના વિનીત પરીખે પોતાના ઉદાહરણ દ્વારા સાબિત કરી દીધું છે કે જો માતા-પિતા રક્તદાન જેવી સામાજિક સેવા કરે, તો તેના સંસ્કાર સંતાનોમાં પણ આપોઆપ ઉતરે છે. આ પરિવારે રક્તદાન ક્ષેત્રે ભવ્ય સિદ્ધિ મેળવી છે અને આજની તારીખે આ એક જ પરિવારનો કુલ રક્તદાન સ્કોર 349 પર પહોંચી ગયો છે. દેશનું પ્રથમ ‘સેન્ચ્યુરીયન બ્લડ ડોનર કપલ’ આ પરિવારમાં ડો. વિનીતે 125 વખત અને ચેતના પરીખે 126 વખત રક્તદાન કર્યું છે. આ દંપતીએ ભારતનું પ્રથમ સદીવીર રક્તદાતા દંપતી ("ફર્સ્ટ સેન્ચ્યુરીયન બ્લડ ડોનર કપલ ઓફ ઈન્ડિયા") હોવાનો ગૌરવભેર દાવો કર્યો છે. માતા-પિતાના આ જ સેવાભાવી પગલે ચાલીને તેમના બંને સંતાનો પણ નિયમિત રક્તદાતા બન્યા છે. જેમાં સુપુત્ર ડો. હોંશિલે 60 વખત અને સુપુત્રી ડો. મેહાએ 38 વખત રક્તદાન કરીને પારિવારિક પરંપરાને આગળ ધપાવી છે. યુવાનો માટે પ્રેરણારૂપ ‘25 By 25 ક્લબ’ બંને સંતાનોએ પોતાના પ્રથમ કાયદેસરના જન્મદિવસ (18 વર્ષ પૂર્ણ થતાં) થી જ રક્તદાન કરવાની શરૂઆત કરી દીધી હતી. ડો. હોંશિલે પોતાના 25 મા જન્મદિવસ પહેલાં જ 25 મી વખત રક્તદાન પૂર્ણ કરીને ‘25 By 25 ક્લબ’ માં સ્થાન મેળવી દેશનું નામ રોશન કર્યું છે. તેઓ દેશના યુવાધનને સંદેશ આપતા કહે છે કે, જો 18 મા જન્મદિવસથી શરૂ કરીને દર 3 મહિને નિયમિત રક્તદાન કરવામાં આવે, તો 25 મા જન્મદિવસ સુધીમાં આરામથી 25 વાર રક્તદાન કરી શકાય છે. લગ્ન પ્રસંગે પણ રક્તદાનનો અનોખો ટ્રેન્ડ આ પરિવાર માટે રક્તદાન એ માત્ર સેવા નથી, પણ જીવનશૈલી છે. ડો. મેહાના લગ્ન પ્રસંગ નિમિત્તે એક ભવ્ય રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવદંપતી (દુલ્હા-દુલ્હન) સહિત 50 થી વધુ વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. પરીખ પરિવારનું માનવું છે કે કુટુંબમાં આવતા દરેક સારા કે નરસા પ્રસંગોએ રક્તદાન શિબિરનું આયોજન અચૂક કરવું જોઈએ. આગામી વર્ષોમાં આ એક જ પરિવારનો કુલ રક્તદાન સ્કોર 400 ને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વિશ્વ રક્તદાતા દિવસના અવસરે આ પ્રેરણાદાયી પરિવાર સૌ નાગરિકોને નિયમિત રક્તદાન કરવા અને આવી શિબિરો યોજવા નમ્ર અનુરોધ કરે છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં કોંગ્રેસનો જનઆક્રોશ: નમસ્તે સર્કલ પર ચક્કાજામ:મોંઘવારી, બેરોજગારી, NEET મુદ્દે વિરોધ; પુંજા વંશ સહિત આગેવાનોની અટકાયત
    Next Article
    Monsoon Rain Live | વાતાવરણમાં પલટો, દક્ષિણમાં ધોધમાર વરસાદ શરૂ | Weather Update| South India | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment