Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પને ઈરાનના પ્રસ્તાવ પર વિશ્વાસ નથી, NEETમાં દીકરીની કંઠી ઉતારતા પિતા ભડક્યા, વિનેશ ફોગાટના બ્રિજભૂષણ શરણ સિંહ પર ગંભીર આક્ષેપ

    7 hours ago

    નમસ્તે, ઈરાનના શાંતિ પ્રસ્તાવ પર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભરોસો નથી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે રાજસ્થાન રોયલ્સને ₹15,660 કરોડમાં કોણે ખરીદી છે... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાનના શાંતિ પ્રસ્તાવ પર ટ્રમ્પને ભરોસો નથી:કહ્યું- ઈરાને માનવતા વિરુદ્ધના તેના અપરાધની કિંમત હજુ ચૂકવી નથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવની સમીક્ષા કરવાની વાત કહી છે, પરંતુ તેની સફળતા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઈરાને હજુ સુધી પોતાના અપરાધોની કિંમત ચૂકવી નથી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે તેઓ ઈરાન દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને જલ્દી જોશે, પરંતુ તેના સ્વીકાર થવાની સંભાવના ઓછી છે. તેમનું કહેવું છે કે છેલ્લા 47 વર્ષમાં ઈરાને જે કર્યું છે, તેના માટે તેને મોટી કિંમત ચૂકવવાની બાકી છે. ઈરાનની એજન્સીઓ અનુસાર, તેહરાને પાકિસ્તાન દ્વારા અમેરિકાને 14-પોઈન્ટનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમાં તમામ મોરચે સંઘર્ષ સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ માટે નવી રૂપરેખા બનાવવાની વાત સામેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 40 દિવસમાં રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા:મિત્તલ અને પૂનાવાલાએ ₹15,660 કરોડની મેગા ડીલ ફાઈનલ કરી, IPLના ઈતિહાસનો બીજો સૌથી મોટો સોદો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સ્ટીલ કિંગ તરીકે જાણીતા લક્ષ્મી નિવાસ મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે, સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા સાથે મળીને 'રાજસ્થાન રોયલ્સ' (RR) ફ્રેન્ચાઈઝી ખરીદી છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સને હવે નવા માલિકો મળ્યા છે. આ સોદો અંદાજે $1.65 બિલિયન (આશરે ₹15,660 કરોડ) ની વેલ્યુએશન પર થયો હોવાનું મનાય છે, જે IPLના ઈતિહાસના સૌથી મોંઘા સોદાઓ પૈકીનો એક છે. 3 મેના રોજ મિત્તલ પરિવારે આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. મિત્તલ પરિવારે મનોજ બડાલે અને તેમના કન્સોર્ટિયમ પાસેથી રાજસ્થાન રોયલ્સના સંપાદન માટે અંતિમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. યુવકે ચાલુ ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલીને કૂદકો માર્યો:231 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરી ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે લેન્ડિંગ દરમિયાન એર અરેબિયાની ચાલુ ફ્લાઇટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલીને નીચે કૂદી ગયો. આ ફ્લાઇટ શારજાહથી ચેન્નઈ પહોંચી હતી અને તેમાં 231 મુસાફરો સવાર હતા. ઘટના સવારે લગભગ 3:23 વાગ્યે બની હતી. એરબસ A320 મોડેલની ફ્લાઇટ G9 471 રનવે પરથી ટર્મિનલ તરફ આગળ વધી રહી હતી. ઘટના બાદ પાયલટે તરત જ વિમાનને રોકી દીધું અને એરપોર્ટ અધિકારીઓને જાણ કરી. ઘટના બાદ મુસાફર એરપોર્ટના કોમર્શિયલ એરિયા તરફ ભાગવા લાગ્યો હતો, જેના કારણે થોડીવાર માટે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેને પકડી લીધો હતો. કૂદવા દરમિયાન મુસાફર ઘાયલ થયો હતો, તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. જે મન થાય તે કર, બ્રિજભૂષણને છૂટો દોર:વિનેશ ફોગાટે કહ્યું- હું પણ તેના શોષણની ભોગ બની, ગોંડામાં કુસ્તી લડવી મુશ્કેલ; ભારત સરકાર જવાબદાર ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી સંઘ(WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર ફરી એકવાર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા વિનેશે કહ્યું કે યુપીના ગોંડામાં 10 થી 12 મે ની વચ્ચે ‘સીનિયર ઓપન રેન્કિંગ કુસ્તી ટુર્નામેન્ટ’ યોજાઈ રહી છે. આજે કેટલીક મજબૂરીઓના કારણે હું કહેવા માંગુ છું કે બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ ફરિયાદ કરનાર તે 6 પીડિતોમાં હું પણ સામેલ છું. મારી જુબાની પણ કોર્ટમાં લેવાઈ રહી છે. તેના ઘરે (ગોંડા) જઈને સ્પર્ધા લડવી મારા માટે મુશ્કેલ હશે. મને નથી લાગતું કે હું મારું 100 ટકા પર્ફોમન્સ આપી શકીશ. એક છોકરી માટે આ ઘણું મુશ્કેલ હશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. MP-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ:જયપુરમાં વીજળીનો તાર તૂટવાથી યુવક જીવતો સળગી ગયો; દેશના 4 શહેરોમાં તાપમાન 44°C પાર દેશના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે ભારે પવનો સાથે વરસાદે ભીષણ ગરમીમાંથી રાહત આપી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ એટલે કે 8 રાજ્યોમાં તેજ પવનો સાથે વરસાદ થયો. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા. રાજસ્થાનના જયપુર, બીકાનેર, જોધપુર સહિત ઘણા શહેરોમાં તેજ આંધી ચાલી. 11 શહેરોમાં પારો 40 ડિગ્રીથી નીચે આવી ગયો. જયપુરના જયસિંહપુરા ખોરમાં તોફાનથી વીજળીનો તાર તૂટીને રસ્તા પર પડી ગયો. તેની ઝપેટમાં આવવાથી બાઇક સવાર યુવક જીવતો સળગી ગયો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. NEETમાં દીકરીની કંઠી ઉતારતા પિતા ભડક્યા:‘હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી, લાહોર-રાવલપિંડીમાં થોડો છું, સુરતમાં છું’ 3 મેના રોજ ગુજરાતના 85,000થી વધુ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી. સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો. પોતાની દીકરીને કંઠી કઢાવતા પિતા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તમે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો હિન્દુની દીકરી એક્ઝામ આપવા જાય ને કંઠી કાઢી નાખે? તમે હિજાબ ઉતરાવી ન શકો, કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો પણ હિન્દુની દીકરા-દીકરી પરીક્ષા આપે તો કંઠી શું કામ કાઢી નાખે? કોઈ એમાં ઈશ્યુ હોય તો કહો મને. હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું? હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ જગદીશ વિશ્વકર્માના પોસ્ટર પર ચપ્પલ માર્યા, VIDEO:ગેનીબહેન ઠાકોરને લઈ આપેલા નિવેદન મામલે વિરોધ, માફી માગવાની માગ પાલિકા-પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરને લઈ આપેલા એક નિવેદન બાદ વિવાદ વકર્યો છે. ગેનીબહેન ઠાકોરની સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યાનું નિવેદન કરાતા અમદાવાદ મહિલા કોંગ્રેસે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શિત કર્યો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માના પોસ્ટર પર ચપ્પલ ફટકાર્યા હતા. જગદીશ વિશ્વકર્માના રાજીનામાની અને માફીની માગ કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોરને લઈને આપેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે.આજે મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓએ અમદાવાદ ટાઉનહોલ પાસે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જગદીશ વિશ્વકર્માના પોસ્ટર પર ચપ્પલ ફટકારી રોષ વ્યકત કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ‘ગુજરાતી ગેંગને દસ જનમ પણ ઓછા પડશે’:અભિષેક બેનર્જીનો ભાજપને પડકાર, કહ્યું- તમારા દિગ્ગજોને ફાલ્ટા બેઠક પર ઉતારો; 21 મેના રોજ અહીં ફરીથી મતદાન વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બલૂચોના હુમલાથી US-પાક માઇનિંગ પ્રોજેક્ટ સંકટમાં:કિંમત ₹64000 કરોડ, 4 મહિના પહેલા 500 લડવૈયાઓએ 58 લોકોની હત્યા કરી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ACમાં બ્લાસ્ટ થવાથી 9 લોકો જીવતા ભડથું થયા:કેટલાકના માત્ર હાડપિંજર મળ્યા; દિલ્હીમાં 4 માળની બિલ્ડિંગમાં આગ લાગી, 15 જેટલાં લોકોને બચાવાયા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દ્વારકેશ પોડકાસ્ટના ચાહક ટેક દિગ્ગજો:ઝકરબર્ગને કહી દીધું હતું- ફરીથી રેકોર્ડ કરવું પડશે, હુઆંગ-નડેલા કલાકો સુધી ચર્ચા કરે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પાકિસ્તાનમાં મોંઘવારી દર 11% સુધી જઈ શકે છે:ડોલરની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયો 298 સુધી પહોંચી શકે છે; કારણ- ક્રૂડ ઓઇલ મોંઘું થવું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLનું ગણિત: ચેન્નઈની આશાઓ યથાવત, મુંબઈ મુશ્કેલીમાં:બધી મેચ જીતવી જ પડશે; આજે હૈદરાબાદ પાસે ટોપ પર આવવાની તક વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 4 જુલાઈથી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા:1738kmની યાત્રામાં 38km પગપાળા ચાલવું પડશે, દિલ્હીથી ચીન સુધીની યાત્રાનો સંપૂર્ણ રૂટ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ માતાના રિટાયરમેન્ટ પર દીકરાએ કારને નોટોથી ઢાંકી દીધી હરિયાણાના જીંદના જુલાનામાં શાન દેવીએ 39 વર્ષ સુધી દર્દીઓની સેવા કરી. તેમના નિવૃત્તિના અવસર પર પુત્રએ તેમને એક નવી કાર ગિફ્ટ કરી, જેને ₹10 ની નોટોથી શણગારવામાં આવી હતી. આ અનોખું સરપ્રાઈઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે શરૂ થયેલી દુશ્મની ખતમ, શું અમેરિકા-ઈરાન યુદ્ધ અટકી ગયું? કયા 4 મોટા સંકેતો મળી રહ્યા છે 2. MATCH મસાલા : ગુજરાતની ચીયરલીડરે ચાહકને ધોઈ નાખ્યો!: મજાક કરવા ગયો ને સામે વળતો જવાબ મળ્યો; પાકિસ્તાનીઓની ફરી વર્લ્ડ સ્ટેજ પર ફજેતી થઈ 3. સન્ડે બિગ સ્ટોરી : ઓસ્ટ્રેલિયાના વિઝાની ફાઇલ રિજેક્ટ થતી અટકાવવી છે?: દર 10માંથી 4 વિદ્યાર્થીને એન્ટ્રીની ના, એક્સપર્ટ પાસેથી જાણો કારણો અને સચોટ ફોર્મ્યૂલા 4. ખાખી કવર : બેવફા પત્નીના પ્રેમીને પતિએ ભડાકે દીધો: છતાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો, લોકોએ હીરો બનાવ્યો, નેહરુએ છોડી મૂક્યો, અક્ષય કુમારે તેના પર ફિલ્મ બનાવી 5. સન્ડે જઝબાત: ત્રણવાર કેન્સર સામે લડી, પછી પતિને પણ થયું: ફેશન ડિઝાઇનિંગ અને બિઝનેસ છોડીને અમે બંનેએ ચરખો અપનાવ્યો, હવે સૂતર કાંતીને શાંતિ મળે છે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મેષ, કન્યા અને મકર રાશિને વેપારમાં વૃદ્ધિ થશે, વૃશ્ચિક અને કર્ક જાતકોના વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Kerala Assembly Election Results 2026 LIVE Updates: LDF eyes historic third term, UDF bets on anti-incumbency
    Next Article
    Any US "Interference" In Hormuz Would Be Ceasefire Violation, Warns Iran

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment