Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણા નજીક નેસડી ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલી કાર પકડાઈ:અરવલ્લીનો શખ્સ 3.44 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

    1 day ago

    ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફને વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે, નોંધણવદરથી હણોલ તરફ જતા રસ્તે એક ઇક્કો કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને નેસડી ગામના પાટિયા પાસે સઘન વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ઇક્કો કાર પસાર થતાં પોલીસે તેને અટકાવીને સઘન તલાશી લીધી હતી. કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો પોલીસે કાર નંબર (GJ-05-JT-9730) ની અંદર સઘન તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 180 એમ.એલ.ની કુલ 190 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 34,200 છે. પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો, એક મોબાઈલ ફોન અને ઇક્કો કાર મળીને કુલ રૂપિયા 3,44,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં કાર ચાલક રાકેશ રમણભાઇ નીનામાની રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. દારૂનો ઓર્ડર આપનાર શખ્સની સંડોવણી ખુલી ઝડપાયેલા આરોપી રાકેશ નીનામાની પોલીસે આકરી પૂછપરછ કરતા દારૂના નેટવર્ક અંગે મોટો ખુલાસો થયો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે આ ગેરકાયદેસર દારૂનો જથ્થો 'બાબુ' નામના શખ્સે મંગાવ્યો હતો. આ કબૂલાતના આધારે પાલીતાણા રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને આગામી 30 સપ્ટેમ્બર, 2026 સુધીના રિમાન્ડ મેળવ્યા છે. હાલ પોલીસ દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર બાબુને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાનું ઈ-નગર પોર્ટલ 4 દિવસ બંધ રહેશે:1થી 4 ઓક્ટોબર સુધી ઓનલાઈન સેવાઓ બંધ, નવું 2.0 પોર્ટલ લોન્ચ થશે
    Next Article
    કદવાલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કબડ્ડી સ્પર્ધા યોજાઈ, 10-12 શાળાઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment