Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફરના બુરખામાંથી 34 લાખનું સોનુ ઝડપાયું:233 ગ્રામના 24 કેરેટ સોનાના બે 'ટીટી બાર' જપ્ત કરાયા

    1 day ago

    અમદાવાદ કસ્ટમ્સના 'એર ઇન્ટેલિજન્સ યુનિટ' (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3L111 દ્વારા આજે 16મી જુલાઇના રોજ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને અટકાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ મુસાફરે કસ્ટમ ડ્યુટી (જકાત) ચૂકવવાનું ટાળવાના ઈરાદાથી પોતાના વસ્ત્રો (બુરખા)ની અંદર 24 કેરેટ સોનાના બે 'ટીટી બાર' (TT bars) છુપાવ્યા હતા, જેનું કુલ વજન 233 ગ્રામ હતું.જેની બજાર કિંમત 34,29,216 રૂપિયા થાય છે. આ સોનું કસ્ટમ્સ વિભાગ દ્વારા ‘કસ્ટમ્સ એક્ટ, 1962’ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. આ સોનું કયાંથી અને કોની પાસેથી તેમજ કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા પોલીસે જ સોનાની લૂંટ ચલાવી હતી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તાજેતરમાં જ સોનું લઇને બે વ્યક્તિ નીકળી ગયા હતા. આ બંનેને અસલી પોલીસે અપહરણ કરીને લૂંટી લીધાં હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. કેમ કે કસ્ટમ્સના નાક નીચેથી આ બંને લોકો કેવી રીતે સોનું લઇને નીકળી ગયા તે મુદ્દે પ્રશ્નો ઊભાં થઈ રહ્યા છે છે. તેમાંય વળી લૂંટાયેલાં બંને મુસાફરોએ જો કે સોનું ખરીદી અંગેનું બિલ પાછળથી રજૂ કરીશું તેવું પોલીસને જણાવીને ફરિયાદ નોંધાવી છે. પરંતુ તે લોકોએ કસ્ટમ્સ સત્તાવાળાઓ સમક્ષ સોનુ લઇને આવ્યા અંગેની જાહેરાત કરી હતી કે નહીં તે તપાસનો વિષય છે. આ વિવાદ વચ્ચે આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અબુધાબીથી ફલાઇટમાં આવેલાં મુસાફર પાસેથી 34 લાખથી વધુ કિંમતના 24 કેરેટ સોનાના બાર કે જેનું વજન 233 ગ્રામનો જથ્થો પકડી પાડયો છે. અમદાવાદ કસ્ટમ્સ તરફથી પેસેન્જર પ્રોફાઇલિંગ બનાવવામાં આવે છે. આ પ્રોફાઇલિંગમાં મુસાફર કયારે કયારે અને કેટલી વાર ફલાઇટમાં પ્રવાસ કર્યો તેની વિગતો તૈયાર કરી છે. વારંવાર અવરજવર કરનારાની પ્રોફાઇલીંગના આધારે તપાસ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટવાસીઓને સિંહદર્શન માટે રાહ જોવી પડશે:મનપાનાં ડ્રિમ પ્રોજેકટ લાયન સફારી પાર્કમાં સુવિધાઓ વધતા ખર્ચમાં રૂ. 8 કરોડનો વધારો, એજન્સીએ વધુ 6 મહિનાની મુદ્દત માંગી
    Next Article
    As 100 ISRO Scientists Quit, Retire Early, Centre Tightens Exit Rule

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment