Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમી વિદ્યાર્થીકાંડ:રાજકોટ જિલ્લાની 34 સ્કૂલમાં 2 વર્ષમાં 78 વિદ્યાર્થી ડમી તરીકે ભણ્યા હોવાનો DEOનો ઘટસ્ફોટ, હાજરી મામલે તપાસ શરૂ

    2 दिन पहले

    રાજકોટના જસદણના આલ્ફા સંકુલમાંથી ગુજરાતના સૌથી મોટા ડમી એજ્યુકેશન નેટવર્કનો પર્દાફાશ થયા બાદ આજે 14 જુલાઈએ જિલ્લા શિક્ષણ અધિકારી મીડિયા સમક્ષ આવ્યા હતા અને રાજ્યના 31 શહેરોની અલગ અલગ શાળાઓના 697 વિદ્યાર્થીઓ આલ્ફા સંકુલમાં જવાહર નવોદય અને સૈનિક સ્કૂલમાં એડમિશન માટેની તૈયારી કરતા હોવાનો ખુલાસો કર્યો હતો. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની 34 સ્કૂલોના 78 વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષમાં કોચિંગ લઈ ચૂક્યા છે. આ વિદ્યાર્થીઓના નામ જો શાળાઓમાં બોલતા હતા તો તેઓની હાજરી કઈ રીતે પૂરા થઈ હતી? તે સૌથી મોટો સવાલ છે. રાજકોટની જે 34 શાળાઓના નામ સામે આવ્યા છે તેમાં સરકારી, ગ્રાન્ટેડની સાથે ખાનગી શાળાઓનો પણ સમાવેશ થાય છે. એક તરફ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા ડમી એજ્યુકેશનનો વિરોધ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ડમી એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનું સામે આવતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. જોકે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગાંધીનગર રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે તેમના દ્વારા કડક પગલાં લેવામાં આવે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, જસદણનુ આલ્ફા સંકુલ એ કોચિંગ ક્લાસ છે. સ્કૂલ છે જ નહીં. કોઈપણ કોચિંગ ક્લાસને શિક્ષણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી. જેથી શિક્ષણ તંત્રનો આ તપાસમાં સીધો કોઈ રોલ હોતો નથી. પોલીસ તંત્ર દ્વારા અમને વિદ્યાર્થીઓની યાદી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ અભ્યાસ કરે છે તેનું સંશોધન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ સામે આવ્યું કે આ વિદ્યાર્થીઓના નામ રાજ્યની અલગ અલગ શાળાઓમાં છે. બીજા જિલ્લાઓની સ્કૂલો બાબતે હું કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી શકું પરંતુ રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં આ બાબતનો રિપોર્ટ મોકલી આપ્યો છે. નિયામક કચેરી દ્વારા અન્ય જિલ્લાઓમાં સુચના આપવામાં આવશે અને તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આલ્ફા સંકુલના વિદ્યાર્થીઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની સ્કૂલોમાં અભ્યાસ કરતા હતા. જે તે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરીના જે પ્રશ્નો છે તે બાબતે રાજ્યની નિયામક કચેરી દ્વારા ચકાસણી કરવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લાઓની શાળાઓના જે નામો સામે આવ્યા છે ત્યાં અમે વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરી રહ્યા છીએ. આલ્ફા સંકુલ હાલ ચાલુ છે કે કેમ તેવું પૂછવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ સંકુલનું નિયંત્રણ અમારા હેઠળ આવતું નથી. જેથી હાલ સંકુલ બંધ કરવા માટે આદેશ ન કરી શકું. વિદ્યાર્થીઓની હાજરીના જે પ્રશ્નો હશે તે બાબતે શિક્ષણ તંત્રની સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સૌપ્રથમ એ ચકાસણી કરવામાં આવશે કે આવા વિદ્યાર્થીઓની હાજરી ખોટી રીતે પૂરવામાં આવી હતી કે કેમ? રાજકોટ શહેર અને જિલ્લાની 34 શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં 78 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે કે જેઓના નામ આ શાળાઓમાં બોલતા હતા પરંતુ તેઓ શાળાએ જતા ન હતા અને આલ્ફા સંકુલમાં નવોદય સ્કૂલમાં જવા તેમજ સૈનિક સ્કૂલમાં એડમિશન માટે કોચિંગ મેળવતા હતા. આલ્ફા સંકુલ એ ટ્યુશન ક્લાસ છે અને તેથી તેના ઉપર શિક્ષણ વિભાગનું કોઈ નિયંત્રણ હોતું નથી. આમ કહી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કોઈ પગલા લેવામાં આવે છે કે કેમ તે સમય જ બતાવશે. રાજકોટની આ 34 શાળાઓના નામ ખૂલ્યા.. સર્વોદય સ્કૂલ, શુભમ સ્કૂલ, સરધાર વિવેકાનંદ સ્કૂલ, સાયપર પ્રાથમિક શાળા, મોટા વડાળા તાલુકા શાળા, મહર્ષિ વેદવ્યાસ પ્રાથમિક શાળા, ધોરાજી પ્રાથમિક શાળા, સંસ્કાર વિદ્યાલય, સોમપીપળીયા સ્કૂલ, અપની શાળા, પ્રગતિ સ્કૂલ, ગોરૈયા પ્રાથમિક શાળા, વાગધ્રા પ્રાથમિક શાળા, જેતપુરની વિવેકાનંદ વિદ્યાલય, જસદણની સુખપર પ્રાથમિક શાળા, લોધીકા ધર્મજીવન સ્કૂલ, વૃંદાવન પ્રાથમિક શાળા, રબારિકા પ્રાથમિક શાળા, ઉપલેટાની મેથંગ સ્કૂલ, જસદણ પ્રાઈમરી સ્કૂલ, કડુકા સ્કૂલ, ગણોદ પ્રાથમિક સ્કૂલ, મોટી સાણથલી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ, રામોદની સર્વોદય સ્કૂલ, લીલીયાણા સ્કૂલ, વાડસડા પ્રાથમિક સ્કૂલ, જેતપુરની શ્રીજી સ્કૂલ, ઉપલેટાની મધરસ પ્રાથમિક શાળા, ગોંડલની કેશવાનંદ સ્કૂલ, કમળાપુરની શિવમ વિદ્યાલય, નચિકેતન સ્કૂલિંગ સિસ્ટમ, ગોંડલની ખળવંથલી સ્કૂલ, પલાસડા કવાટ, બેડીની જ્ઞાનદીપ સ્કૂલ.
    Click here to Read More
    Previous Article
    10 વર્ષથી ભૂગર્ભ ગટર લાઇન શરૂ ન થતાં રોષ:આસોપાલવ સોસાયટીના રહીશો ગંદા પાણીના નિકાલ મુદ્દે પાલિકા કચેરીએ પહોંચ્યા
    Next Article
    Gujarat Breaking News | 4 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment