Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજીના સાંપાવાડાની સીમમાંથી બે ખેતરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો:બોરના કેબલ અને ઝાટકા મશીન મળી રૂ.33,800ની ચોરી કરીને રફૂચક્કર

    3 days ago

    મહેસાણાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામની સીમમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલ બે અલગ-અલગ ખેતરોના બોરવેલ પરથી અજાણ્યા ચોર શખસો કેબલ વાયર અને ઝાટકા મશીન સહિત કુલ રૂપિયા 33,800ના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ જતાં બેચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પહેલાં ખેતરમાથી બોરના કેબલ અને ઝાટકા મશીન ચોરીને રફૂચક્કર થયા સાંપાવાડા ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા અને ખેતીકામ કરતા 70 વર્ષીય વૃદ્ધ સોમાભાઈ રામદાસ અંબારામદાસ પટેલે બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સાંપાવાડા ગામની સીમમાં રૂપેણ નદીની બાજુમાં તેમનું ખેતર આવેલું છે, જેમાં પાણીનો બોર બનાવેલો છે. ગત તારીખ 17 જૂનના રોજ રાત્રિના આઠેક વાગ્યે તેઓ બોર બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે સાત વાગ્યાના સુમારે જ્યારે તેઓ બોર પર પરત આવ્યા ત્યારે બોરની ઓરડીથી બોરવેલ સુધીનો 35 એમ.એમ.નો 10 મીટર લાંબો કેબલ વાયર કોઈ અજાણ્યો ચોર ઇસમ કાપીને ચોરી ગયો હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરાયેલા આ કેબલની કિંમત રૂપિયા 12,000 થાય છે. આ ઉપરાંત તસ્કરો ખેતરમાંથી રૂપિયા 5,000ની કિંમતનું એક ઝાટકા મશીન પણ ચોરી ગયા હતા. બીજા ખેતરમાં 14 મીટર લાંબો કેબલ વાયર ચોરી ગયા ચોરીની આ ઘટના બાદ તપાસ કરતાં સોમાભાઈને જાણવા મળ્યું હતું કે, તેમના જ ગામના અન્ય એક ખેડૂત કનુભાઇ જેસંગભાઈ પટેલના ખેતરમાં પણ આવી જ ચોરી થઈ છે. કનુભાઈનું ખેતર સાંપાવાડાથી ચંન્દ્રોડા તરફ જતા રોડ પર ચામુંડા હોટલની સામે આવેલું છે. તસ્કરોએ તેમના બોર પરથી પણ 35 એમ.એમ.નો 14 મીટર લાંબો કેબલ વાયર, જેની કિંમત રૂપિયા 16,800 થાય છે, તેની ચોરી કરી હતી. 24 મીટર કેબલ ને એક મશીન રૂ.33,800ની ચોરી કરીને રફૂચક્કર આમ, અજાણ્યા ચોર ઇસમો બંને ખેતરોમાંથી કુલ 24 મીટર કેબલ વાયરકિંમત રૂ. 28,800,અને એક ઝાટકા મશીન કિંમત રૂ.5,000 મળી કુલ રૂપિયા 33,800ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા છે. આ મામલે સોમાભાઈ પટેલે અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એશિયાઇ સિંહના કુળમાં નવા મહેમાનોનું આગમન:રાજકોટ ઝૂમાં સિંહણ ‘ધારા’એ 3 સિંહબાળને જન્મ આપતાં ખુશીનો માહોલ: એશિયાઇ સિંહોની કુલ સંખ્યા 17 પર પહોંચી
    Next Article
    વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો:દારૂની 28,912 બોટલો સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો, 80.86 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment