Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો:દારૂની 28,912 બોટલો સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો, 80.86 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂ ભરેલો એક કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યો છે. આ ટ્રકમાંથી દારૂની કુલ 28,912 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 55.74 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 80.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસીની ટીમે મોરબી-વાંકાનેર હાઈવે પર વઘાસિયા ટોલનાકા નજીક ગાયત્રી ચેમ્બર સામેથી પસાર થઈ રહેલા કન્ટેનર ટ્રકને રોક્યો હતો. ટ્રકની તપાસ કરતાં તેમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂનો આ મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂ ઉપરાંત, રૂ. 25 લાખનું વાહન, રૂ. 10,500ના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. 1070 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે ટ્રકના ડ્રાઈવર અને માલિક અચલરામ રાજુરામ (રહે. ધીરાસરા, તા. ચોટન, જિ. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાનના શિકાર ખાતે રહેતા મનીષ શર્માનું નામ દારૂના સપ્લાયર તરીકે સામે આવ્યું છે. જોકે, મોરબી જિલ્લામાં આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. એસએમસીના અધિકારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ડ્રાઈવર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બહુચરાજીના સાંપાવાડાની સીમમાંથી બે ખેતરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો:બોરના કેબલ અને ઝાટકા મશીન મળી રૂ.33,800ની ચોરી કરીને રફૂચક્કર
    Next Article
    Narmada Rain Update News | નર્મદામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી | Monsoon 2026 | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment