Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગા ભાઈ સાથે છેતરપિંડી:પેટ્રોલપંપના ભાગીદાર ડોક્ટર સાથે સગા ભાઈએ 3.38 કરોડની ઠગાઈ કરી

    4 days ago

    વડોદરામાં ભાઈએ પોતાના જ ભાઈ વિરુદ્ધ કરોડોની છેતરપીંડી અંગે ગંભીર ફરીયાદ નોંધાવી છે. વિશ્વાસ રાખીને ડોક્ટરે વહીવટ સોપતા ભાઈએ પેટ્રોલપંપના ભાગીદારી વ્યવસાયમાં બારોબાર અનેક ફાઇનાન્સ કંપનીઓમાંથી 3.38 કરોડની લોન લઈને નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. HPCL કંપનીમાં 60 લાખ પેમેન્ટ નહીં ચૂકવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે નંદેસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 2007માં HPCL કંપનીનો પેટ્રોલપંપ ફાળવાયો હતો અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી યોગ આશ્રમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ શરૂ ભાઈ દેવડા બોડેલી ખાતે દેવ હોસ્પિટલ ચલાવે છે. વર્ષ 2007માં HPCL કંપનીનો પેટ્રોલપંપ ફાળવાયો હતો, જે બાદમાં નંદેસરી GIDC વિસ્તારમાં “મોર્વી પેટ્રોલપંપ” નામે શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સંપૂર્ણ માલિકી દિલીપભાઈ પાસે હતી પરંતુ, વર્ષ 2018માં તેમના ભાઈ સુભાષભાઈ દેવડાને 49 ટકા ભાગીદાર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પેટ્રોલપંપનો વહીવટ ભાઈએ સંભાળ્યો હતો. લોનના નામે 3.38 કરોડ લઇ ચાંઉ કરી નાખ્યા હતા ભાગીદારી બાદ સુભાષભાઈએ પોતાની સહીથી વિવિધ ફાયનાન્સ કંપનીઓમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. જેમાં આદિત્ય બિરલા ફાયનાન્સ, બજાજ ફિન્સર્વ, ટાટા કેપિટલ સહિતની કંપનીઓ પાસેથી લોનના નામે 3.38 કરોડ લઇ ચાંઉ કરી નાખ્યા હતા. આ તમામ લોન અંગે ડોક્ટરને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. બાદમાં ફોરેન્સિક ઓડિટ કરાવતા ખુલ્યું કે પેટ્રોલપંપની આવકમાંથી નાણાં ગેરકાયદેસર રીતે ઉપાડી વ્યક્તિગત ખર્ચ તેમજ ખાનગી દેવા ચુકવવામાં આવ્યા હતા. ઉપરાંત રોજિંદા કેશ ટ્રાન્ઝેક્શનમાં પણ ગેરરીતિઓ થઈ હોવાનું સામે આવ્યું છે. છ મહિનાથી પેટ્રોલપંપ બંધ છે અને લોનના હપ્તા ભરાતા નથી આ મામલે પરિવારજનોની હાજરીમાં સોગંદનામું અને MOU પણ કરવામાં આવ્યા હતા. જેમાં 5 વર્ષમાં દેવું ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો છતાં પણ ત્યારબાદ પણ લોન લેવામાં આવતી રહી હોવાનો આક્ષેપ છે. હાલમાં છેલ્લા છ મહિનાથી પેટ્રોલપંપ બંધ છે અને લોનના હપ્તા ભરાતા નથી. જેના કારણે હવે લોનની જવાબદારી ડોક્ટર પર આવવાની શક્યતા ઊભી થઈ છે. આ સમગ્ર મામલે દિલીપભાઈ દેવડાએ પોતાના ભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસ દ્વારા સુભાષ દેવડા વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ગેસ સિલિન્ડર ચોરીનો પર્દાફાશ:નિલાંબર સર્કલ પાસે નાસ્તાની દુકાનમાંથી 2 સિલિન્ડર ચોરી કર્યા બાદ બાઈક પર ફરતા બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
    Next Article
    'હું તને પ્રેમ કરું છું' કહી ભાણી પર દુષ્કર્મનો પ્રયાસ:દાગીના, રોકડની લાલચે માસાએ મહારાષ્ટ્રથી જુનાગઢ બોલાવી, પત્ની પિયર ગઈ'ને દાનત બગડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment