Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના તત્કાલીન અધિક કલેક્ટર પાસેથી 3.35 કરોડની બિનહિસાબી સંપતિ મળી:આવકની સરખામણીએ 68.84 ટકા વધુ, ACBએ સિનિયર મહિલા અધિકારી કેતકી વ્યાસ સામે ગુનો નોંધ્યો

    1 day ago

    ગુજરાત વહિવટી સેવાના વર્ગ-1ના સિનિયર મહિલા અધિકારી અને આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ACBએ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન તેમની આવક કરતાં રૂ.3.56 કરોડથી વધુની બિનહિસાબી સંપત્તિ મળી આવી હોવાનું બહાર આવ્યું છે. આ સંપત્તિ તેમની કુલ આવકની સરખામણીએ અંદાજે 68.84 ટકા વધુ હોવાનું ACBના પ્રાથમિક તારણોમાં સામે આવ્યું છે. સત્તાનો દુરુપયોગ કરીને સ્થાવર અને જંગમ મિલકતો ઉભી કરી ACBના જણાવ્યા અનુસાર, કેતકી વ્યાસે 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2023 દરમિયાન જાહેર સેવક તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના તથા પરિવારજનોના નામે સ્થાવર અને જંગમ મિલકતો ઉભી કરી હતી. તપાસમાં તેમની આવક સામે ખર્ચ અને સંપત્તિનો હિસાબ મેળ ખાતો ન હોવાનું જણાયું હતું. આ આધારે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ની કલમ 13(1)(e), 13(2) તથા સુધારેલા કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પરિવારજનો અને તેના નામે નોંધાયેલી મિલકતોની પણ તપાસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ કેસમાં અધિકારીના પરિવારજનો અને તેમના નામે નોંધાયેલી મિલકતોની પણ તપાસ ચાલી રહી છે. ACBએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારી દ્વારા ગેરકાયદેસર સંપત્તિ એકત્ર કરવાના અથવા ભ્રષ્ટાચાર સંબંધિત કોઈ પુરાવા કે માહિતી હોય તો તે ACBને સીધી પહોંચાડે. સમગ્ર કેસની વધુ તપાસ ACBના અધિકારીઓને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન:પત્નીને કાંધ આપી અને સ્વજનોને ગળે મળી રડ્યા, CMએ સાંત્વના આપી; હિંમતનગરમાં અંતિમવિધિ કરાઈ
    Next Article
    China Cab Driver Jumps Red Lights To Save Unconscious 3-Year-Old Girl

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment