Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થતાં જ શાળાઓમાં વેકેશન શરૂ:આજથી દિવાળી વેકેશનનો આરંભ, 3.34 લાખ વિદ્યાર્થીને 21 દિવસની રજા

    2 days ago

    ગાંધીનગર સહિત રાજ્યભરની શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થતાં જ આજથી દિવાળી વેકેશનનો આરંભ થયો છે. આ વર્ષે વિદ્યાર્થીઓને 21 દિવસનું વેકેશન મળતાં, 25 નવેમ્બર સુધી શાળાઓમાં રજા રહેશે અને 26 નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થશે. ગાંધીનગર જિલ્લામાં બાલવાટિકાથી માંડી ધો.12 સુધીના 3.34 લાખ વિદ્યાર્થીઓ વેકેશનનો લાભ લેશે. શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓમાં દિવાળી વેકેશનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સહિત રાજ્યની પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. પરીક્ષાના દિવસો બાદ વિદ્યાર્થીઓને હવે 21 દિવસની રજાઓ મળશે. આ વેકેશન 25 નવેમ્બર સુધી ચાલશે અને 26 નવેમ્બરથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થશે. શૈક્ષણિક કેલેન્ડર મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને 21 દિવસનું દિવાળી વેકેશન અપાયું છે. પ્રથમ સત્ર દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત વિદ્યાર્થીઓને થોડા દિવસો અભ્યાસમાંથી વિરામ મળશે. વેકેશનમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારની ઉજવણી માટે વિદ્યાર્થીઓને પરિવાર સાથે સમય પસાર કરી શકેશે. અનેક પરિવાર વેકેશનમાં પ્રવાસનું આયોજન કરતાં હોય છે. પરીક્ષાની દોડધામ બાદ મળેલી રજાઓને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીનગરની વાત કરીએ તો બાલવાટિકાથી માંડી ધો.12 સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ભણતાં 3.34 લાખ વિદ્યાર્થીઓ આજથી વેકેશન માણશે. જિલ્લાની શાળાઓમાં પ્રથમ સત્રની શૈક્ષણિક અને પરીક્ષાલક્ષી કામ પૂર્ણ થતાં 21 દિવસ સુધી શાળાઓમાં રજા રહેશે. 25 નવેમ્બર વેકેશન પત્યા બાદ 26 નવેમ્બરથી શાળાઓમાં બીજા સત્રનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાશે ‘ઈંગોરિયાનું યુદ્ધ’:એક મહિનાથી તૈયારીઓ, બે જૂથના યુવાનો એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી રમશે 50 વર્ષ જૂની પરંપરાગત રમત
    Next Article
    Bangladesh Market Sees Surge In Solar Panel Demand Amid Energy Crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment