Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડા ચોમાસાની અસર ખરીફ પાકની વાવણી પર દેખાઇ:3337 હેક્ટરમાં કપાસ અને 8871 હેક્ટરમાં મગફળીનું વાવેતર ઘટ્યું

    11 hours ago

    ચાલુ વર્ષે ચોમાસુ તેના નિયત સમયથી લગભગ એક મહિનો મોડું શરૂ થયું છે .જૂન અને જુલાઈમાં ખેંચાયેલા વરસાદની ચોમાસુ પાકના વાવેતર પર અસર થવાની આશંકા સેવાઈ રહી હતી અને આ આશંકા થોડા ઘણા અંશે સાચી સાબિત થઈ છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે જુલાઈના અંતથી વરસાદની શરૂઆત થઈ, જેથી ઓગસ્ટ મહિનાના બે સપ્તાહ સુધી વાવેતર લંબાયુ હોવા છતાં વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.વર્ષ 2025 માં 14 ઓગસ્ટ સુધીમાં 3,08,394 હેક્ટર જમીન વાવણી પૂર્ણ થઇ ગઈ હતી. આ વર્ષે 14 ઓગસ્ટ સુધીમાં આવેલા આંકડા મુજબ 2,93,025 હેક્ટર જમીન વાવણી થઈ શકી છે. જો કે હવે અડધું ચોમાસુ વિતી જવા અને હાલ વરસાદની શક્યતા ન હોવાથી વાવેતર વધશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.આમ જોતા આજની સ્થિતિ એ ગત વર્ષની સરખામણીમાં 15,369 હેક્ટરમાં ઓછું વાવેતર થયું છે. સોયાબીન,અડદ, મગ,મઠના વાવેતરમાં આંશિક ફેરફાર‎ પાક મુજબ જોઇએ તો કપાસ અને મગફળી બન્નેનું વાવેતર ઘટ્યું છે.જયારે તુવેર અને દિવેલાનું વાવેતર વધ્યું છે.આ સિવાય સોયાબીન,અડદ, મગ,મઠ,ગુવાર શાકભાજી અને ઘાસમાં નજીવો ફેરફાર થયો જોવા મળ્યો છે.મોરબી જિલ્લામાં કપાસનું વાવેતર દર વર્ષે વધારે થતું હોય છે. ગત વર્ષે પણ 2,08,145 હેક્ટરમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું, તો બીજા ક્રમે 69,100 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. આ વર્ષે કપાસમાં 3337 હેક્ટર ના ઘટાડા સાથે કુલ વાવેતર 2,04,808 હેક્ટરમાં વાવણી નોંધાઈ છે.તો મગફળીનો વાવેતર વિસ્તાર 60,229 હેક્ટર નોંધાયો છે, જે ગત વર્ષની સરખામણીમાં 8871 હેક્ટર ઓછો છે. ખેડૂતોનો ઝોક તુવેર તરફ વળ્યો | અન્ય પાકની સ્થિતિ જોઈએ તો તુવેરમાં વાવેતર વધ્યું છે. જિલ્લામાં તુવેરમાં આ વર્ષે કુલ 4688 હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષની સરખામણીમાં 3197 હેકટર વધારે છે. 14 ઓગસ્ટ 2025ના રિપોર્ટ મુજબ આ વાવેતર 1491 હેક્ટરમાં જ હતું. કેટલાક ખેડૂતો વરસાદ ખેંચાવા અને પાણીની જરૂરિયાત ને લઈ થોડા વધુ પ્રમાણમાં તુવેરના વાવેતર તરફ વળ્યા હોય તેવી શક્યતા છે. જો કે અન્ય કઠોળ, પાકની વાત કરીએ તો કોઈ ખાસ ફેરફાર થયો નથી. અડદનું 358 હેક્ટર,મગનું 162, તલ નું 359 હેક્ટર,સોયાબીનનું 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. મોરબી જિલ્લામાં વાવેતર 2025‎ મોરબી જિલ્લામાં વાવેતર 2026‎
    Click here to Read More
    Previous Article
    23 ક્રિપ્ટો વોલેટથી કરોડો રૂપિયા ચીન મોકલાતા હોવાનો ખુલાસો:10 સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટથી મુક્ત કરાયા, 190 કરોડના ફ્રોડના સૂત્રધારની ધરપકડ
    Next Article
    "Cannot Be Arbitrarily": Court On Governor's Premature Release Power

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment