Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23 ક્રિપ્ટો વોલેટથી કરોડો રૂપિયા ચીન મોકલાતા હોવાનો ખુલાસો:10 સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટથી મુક્ત કરાયા, 190 કરોડના ફ્રોડના સૂત્રધારની ધરપકડ

    11 hours ago

    દેશમાં સાઈબર ક્રાઈમના 1090 ગુના આચરીને લોકોના રૂ.190 કરોડ ક્રિપ્ટો કરન્સીથી ચીન મોકલવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આસામમાં 3 દિવસ વેશ બદલી રેકી કરી પોલીસે મુખ્ય સૂત્રધાર રફીક આલમ મોહંમદ અલી(25)ની ધરપકડ કરી હતી. તે વખતે તેની સિન્ડિકેટના સભ્યો પાસેથી અમદાવાદ, સુરત, જામનગરના 3 તેમજ છત્તીસગઢના 1, ઓડિસાના 2, મુંબઈના 1 સહિત 10 સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટમાંથી મુકત કરાવ્યા હતા. ઠગ ટોળકીના વિશ્વાસમાં આવીને પૈસા આપવા વૃધ્ધોએ મકાન, દુકાન, દાગીના વેચવાની તૈયારી કરી લીધી હતી. આરોપી પાસેથી 1754 બેંક ખાતાની માહિતી મળી હતી. ઠગાઈનો આંકડો રૂ.1071 કરોડ જેટલો થાય છે. રફીકે એક જ કલાકમાં 1754 બેંક એકાઉન્ટમાં કરોડો ટ્રાન્સફર કરી દીધા ચાઇલ્ડ પોર્ન-આતંકવાદના ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી અમદાવાદના સિનિયર સિટીઝનને પોલીસની ઓળખ આપી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ફસાવવાની ધમકીથી રૂ.20 લાખ માગ્યા. સુરતના વૃદ્ધને ED-આતંકવાદના ગુનામાં ફસાવવાની ધમકી આપી 60 લાખ માગ્યા; રકઝક બાદ 40 લાખ નક્કી થયા. દુકાન વેચી 20 લાખ ચૂકવવાના હતા, પરંતુ પોલીસે અટકાવ્યા. જામનગરના વૃદ્ધ પાસેથી 60% નફાની લાલચમાં 9.50 લાખ પડાવ્યા હતા. ચીનથી પૈસા અને ડેટાની આપલે કરવામાં આવતી 23 ક્રિપ્ટો વોલેટથી કરોડો રૂપિયા ચીન મોકલાતા હોવાનો ખુલાસો
    Click here to Read More
    Previous Article
    Stock Market Today: All You Need To Know Going Into Trade On August 19
    Next Article
    મોડા ચોમાસાની અસર ખરીફ પાકની વાવણી પર દેખાઇ:3337 હેક્ટરમાં કપાસ અને 8871 હેક્ટરમાં મગફળીનું વાવેતર ઘટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment