Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર અને વલ્લભીપુરમાં પોલીસનો સપાટો:કાર અને રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 3312 બોટલો ઝડપાઈ, રૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) અને વલ્લભીપુર પોલીસે જુદી-જુદી જગ્યાએ બાતમીના આધારે દરોડા પાડીને વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે રેલવે સ્ટેશન રોડ પર બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી અને નવાણિયા ગામે એક રહેણાંક મકાનના ફળિયામાં કડબના પૂડા નીચે છુપાવી રાખેલી દારૂની કુલ 3,312 બોટલો કબજે કરી છે. બંને દરોડા દરમિયાન કુલ રૂપિયા 8,37,732નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે પોલીસ રેડ જોઈને નાસી છૂટેલા કુલ 5 બુટલેગરો સામે ગુનો નોંધી તેમને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. રેલવે સ્ટેશન પાસે નંબર પ્લેટ વગરની કારમાંથી મુદ્દામાલ જપ્ત ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શિવાજી સર્કલ પાસે રહેતા હરપાલસિંહ ઉર્ફે હરૂ મહિપતસિંહ ગોહિલે બહારથી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે. આ જથ્થો આગળ-પાછળ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરની એક આઈ-20(i−20) કારમાં છુપાવીને રેલવે સ્ટેશન પાસે આવેલા એક્તા એ ટુ ઝેડ સતનામ ગોડાઉન નજીક રાખવામાં આવ્યો છે, જ્યાં હરપાલસિંહનો માણસ ભરત ઉર્ફે છોટીયો વિભાભાઈ સાટીયા (રહે. કુંભારવાડા) હાજર છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળે દરોડો પાડતા ત્યાંથી શંકાસ્પદ આઈ-20 કાર મળી આવી હતી. કારની તપાસ કરતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1434 બોટલો (કિંમત રૂ. 2,51,016) મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, 3 લાખની કિંમતની કાર અને કારની અંદરથી મળી આવેલી GJ−13−AR−7373 નંબરની બે લૂઝ નંબર પ્લેટ મળી કુલ રૂ. 5,51,016નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેડ દરમિયાન બંને આરોપીઓ હાજર મળી આવ્યા ન હોવાથી એલસીબીએ ગંગાજળિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. નવાણિયા ગામે મકાનના ફળિયામાં કડબના પૂડા નીચેથી 2.86 લાખનો દારૂ મળ્યો બીજી તરફ, વલ્લભીપુર પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, નવાણિયા ગામે રહેતા સુનીલ નિતેશભાઈ વલાણીયા, પચ્છેગામના વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ અને કંથારીયાના નરેશ ઉર્ફે નરો બાબુભાઈ દલસાણીયાએ સંયુક્ત ભાગીદારીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવીને સુનીલ વલાણીયાના રહેણાંક મકાનમાં સંતાડ્યો છે. હકીકતના આધારે વલ્લભીપુર પોલીસે નવાણિયા ગામે બાતમીવાળા મકાન પર રેડ પાડી હતી. મકાનના ફળિયામાં બનાવેલા ફરજા (વાડા)માં તપાસ કરતા, ત્યાં ઘાસચારાના (કડબના) પૂડા નીચે છુપાવી રાખેલી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૧,૮૭૮ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,86,716 થાય છે. પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ સુનીલ વલાણીયા, વિરેન્દ્રસિંહ ગોહિલ અને નરેશ દલસાણીયા સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. વલ્લભીપુર પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ત્રણેય બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલમાં શરમજનક ઘટના:મેડિકલ ફિટનેસ માટે આવેલી 10 વર્ષની બાળકીની એકલતાનો લાભ ઉઠાવી અડપલા કર્યા, પરિજનોએ જાહેરમાં મેથીપાક આપ્યો
    Next Article
    CM Bhupendra Patel Speech | મોદી સરકારની સફળતાના 12 વર્ષ | 12 Years of PM Modi Govt | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment