Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીમાં પોલીસકર્મીઓ સહિત 3300 જવાનો તૈનાત રહેશે:પોલીસ કમિશનરે નવલખી મેદાનમાં વિઝિટ કરી, ખેલૈયાઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર પોલીસનું ફોકસ રહેશે

    10 hours ago

    માતાજીની આરાધના અને ગરબાના રંગે રંગાવા વડોદરા સજ્જ, ત્યારે ખેલૈયાઓની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. નવરાત્રીના પ્રારંભ પૂર્વે નવલખી મેદાનમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતુ. સંસ્કારીનગરી વડોદરામાં નવરાત્રીના નવે નવ દિવસ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ આતુર બન્યા છે ત્યારે બીજી તરફ ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષાની વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. નવરાત્રીના પ્રારંભને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવલખી મેદાન ખાતેના ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. પોલીસની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગરબા મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. પોલીસ અધિકારીઓએ ગરબા ગ્રાઉન્ડનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું નવરાત્રી દરમિયાન નવલખી મેદાન સહિત શહેરનાં વિવિધ ગરબા સ્થળોએ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડમાં ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ફાયર સેફ્ટીનાં સાધનો, વાહનોના પાર્કિંગની વ્યવસ્થા, ફૂડ કોર્ટ અને લાઇટિંગ સહિતની સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી. ગરબા દરમિયાન મોટી ભીડ એકત્રિત થાય ત્યારે વ્યવસ્થામાં કોઈ ખામી ન સર્જાય અને ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે, મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને ટ્રાફિક કે પાર્કિંગની સમસ્યાને કારણે અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે વ્યવસ્થાઓ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વડોદરા નવરાત્રીમાં 1,700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનું સુરક્ષા કવચ વડોદરામાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા મેગા સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન 1,700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપરાંત જોઈન્ટ સીપી, એડિશનલ સીપી સહિત આશરે 8 DCP બંદોબસ્તમાં જોડાશે. SRPFની 2 કંપની, સ્પેશિયલ એક્શન ફોર્સની 1 કંપની, 380થી વધુ ટ્રાફિક પોલીસ, 800 ટ્રાફિક બ્રિગેડ અને 800 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. PCB, DCB અને SOGની ટીમો પણ સક્રિય રહી સંવેદનશીલ વિસ્તારો અને શંકાસ્પદ તત્ત્વો પર નજર રાખશે. પોલીસ કમિશનરે નવરાત્રી દરમિયાન શાંતિ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. સાથે જ ખેલૈયાઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, નિર્ધારિત સ્થળોએ વાહનો પાર્ક કરવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો 112 નંબર પર પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રી પહેલા મોરબીમાં SHE Teamની બેઠક, મહિલા સુરક્ષા પર ભાર:DYSP જે.એમ. આલની અધ્યક્ષતામાં સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવા સૂચનાઓ અપાઈ
    Next Article
    Mahisagar Heavy Rain News | સુવા ગામની આજુ બાજુ 5 ફૂટ થી પણ વધુ પાણી ભરાયા | Gujarat Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment