Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:ભાજપ-કોંગ્રેસમાં 33 મહિલા સ્નાતક-અનુસ્નાતક,સૌથી યુવાન ઉમેદવાર 22 વર્ષની, એકની સંપત્તિ માત્ર 7 હજાર

    1 week ago

    વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનાં ઉમેદવારીપત્ર સાથે સોગંદનામામાં રસપ્રદ વિગતો સામે આવી છે. બંને પક્ષોના 53 ઉમેદવારો 41-50 વય જૂથના છે, જેમાં સૌથી યુવા ઉમેદવાર વોર્ડ 9ના 22 વર્ષનાં દિશા પારેખ (કોંગ્રેસ) છે, જ્યારે સૌથી વૃદ્ધ 75 વર્ષનાં વોર્ડ 16ના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (કોંગ્રેસ) છે. શિક્ષણની દૃષ્ટિએ 152માંથી 52 ઉમેદવારો ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા છે. જ્યારે સંપત્તિની દૃષ્ટિએ 36 ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના સ્મિત આરદેશણા 62 કરોડ સાથે સૌથી ધનિક છે, જ્યારે કોંગ્રેસના અલ્પેશ પારેખે માત્ર 7 હજારની સંપત્તિ દર્શાવી છે. મહિલા ઉમેદવારોમાં પણ શિક્ષણનું પ્રમાણ સારું છે, જેમાં 33 મહિલાઓ ઉચ્ચ શિક્ષિત છે. ઉંમર મુજબ ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સૌથી નાની વય: સૌથી વધુ વય: વય જૂથ મુજબ વિગત: મહિલા ઉમેદવારોનું શિક્ષણ (કુલ 76 મહિલા ઉમેદવાર) ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ: 33 મહિલા (ભાજપ: 20, કોંગ્રેસ: 13) ધોરણ 11 થી 12 ભણેલાં: 19 મહિલા (ભાજપ: 7, કોંગ્રેસ: 12) ધોરણ 5 થી 10 ભણેલાં: 20 મહિલા (ભાજપ: 10, કોંગ્રેસ: 10) અભણ: કોંગ્રેસ વોર્ડ-4નાં ઉમેદવાર બરેસા માયાબેન અભણ છે. સંપત્તિ અને શિક્ષણની અન્ય વિગતો 152 ઉમેદવારમાંથી 36 કરોડપતિ: ભાજપના 22 અને કોંગ્રેસના 14 ઉમેદવાર. સૌથી ઓછું ભણેલા: ભાજપના વોર્ડ-2 અને 5ના દામજી પ્રજાપતિ અને કેશુ રાઠવાએ ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે. ભાજેપે નિયમ તોડી 63 વર્ષનાં સરસ્વતી દેસાઈને ટિકિટ આપી ભાજેપે ઉમેદવાર માટે 60 વર્ષની મર્યાદાની સીમા નક્કી કરી છે. તદુપરાંત ત્રણ ટર્મ અને પરિવારવાદનો પણ ક્રાઈટેરિયા મૂક્યો છે. જોકે પક્ષે વય મર્યાદાનો ક્રાઇટેરિયા તોડી વોર્ડ નંબર 16માં 63 વર્ષનાં સરસ્વતી દેસાઈને ટિકિટ આપી છે. તેઓના સોગંદનામામાં ઉંમર 63 વર્ષની હોવાનો ઘટસ્ફોટ થતાં વિવાદ થયો છે. બીજી તરફ વોર્ડ 9માં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ પારેખે સોગંદનામામાં તેમની પાસે માત્ર 7 હાજર હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમની પાસે માત્ર એક ટુ-વ્હીલર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Panel examining SC status for Dalits post-conversion gets a third extension
    Next Article
    LCBની કાર્યવાહી:મોડાસાના વાટડા કાબોલામાંથી સગીરાને ભગાડી જનાર ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment