Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વ્યાજખોરે પડાવેલું 3.27 લાખનું સોનું પોલીસે પરત અપાવ્યું:વેપારીની ફરિયાદ બાદ પોલીસે આરોપી કિશન વડદરીયાને ઝડપી લીધો

    14 hours ago

    બોટાદ પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી, એક વેપારી પાસેથી પડાવી લીધેલા આશરે 3.27 લાખ રૂપિયાના સાડા પાંચ તોલા સોનાના દાગીના પરત અપાવ્યા છે. વેપારી સાજીદભાઈ કાસમભાઈ થરાદીયાએ પાંચ વર્ષ પહેલા કિશનભાઈ જીવરાજભાઈ વડદરીયા પાસેથી ધંધા માટે 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. કિશનભાઈએ 37.64 લાખ રૂપિયા વ્યાજ વસૂલ્યા બાદ પણ 16 લાખની વધુ ઉઘરાણી કરી, સાડા પાંચ તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. સાજીદભાઈએ 2 મે 2026ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી કિશનભાઈને પકડી પાડ્યા. તેમની પાસેથી જપ્ત કરાયેલા સોનાના દાગીના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના હસ્તે સાજીદભાઈને પરત અપાવવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પંચાસર રોડ પર 187 ગેરકાયદે બાંધકામો તોડાયા:80 કરોડની 25 હજાર સ્ક્વેર મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ
    Next Article
    Nana Patekar Death News Updates: Veteran Actor To Be Cremated With State Honours In Pune Today

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment